રોઝા : આત્મસંયમ શીખવે છે

રોઝાના અનેક ચારિત્રિક તથા આધ્યાત્મિક ફાયદાઓમાંથી એક એ છે કે તે માનવીમાં આત્મ સંયમની શક્તિ પેદા કરે છે. આ વાતને સંપૂર્ણપણે સમજતા પહેલાં આપણે આત્મસંયમનો અર્થ સમજીએ. પછી એ જાણીએ કે ઈસ્લામ કયા પ્રકારનો આત્મસંયમ ઈચ્છે છે અને ત્યારપછી આપણે જોઈશું કે રોઝા કઈ રીતે આ શક્તિ પેદા કરે છે. આત્મસંયમનો અર્થ એ છે કે માણસ પોતાના શરીર અને તેની શક્તિઓ પર સારી રીતે કાબૂ મેળવી લે અને પોતાના આત્માની ઈચ્છાઓ અને લાગણીઓ પર તેની પકડ એટલી મજબૂત હોય કે તેના નિર્ણયને તાબે થઈને રહે. માણસના અભિમાન, ઘમંડનું સ્થાન એ છે જે એક રાજ્યમાં શાસકનું હોય છે. શરીર અને તેના અવયવો તે ઘમંડના કહ્યાગરા છે. શારીરિક અને બૌદ્ધિક બધી જ શક્તિઓ ઘમંડ અને અભિમાનની સેવા માટે છે. આત્માનો દરજ્જો એના સિવાય કશું નથી કે તે ઘમંડ અભિમાન સમક્ષ પોતાની ઈચ્છાઓને અરજી સ્વરૂપે રજૂ કરે. નિર્ણય કરવો એ ઘમંડ (ખુદી)ના હાથમાં છે કે તે આ અવયવો અને શક્તિઓને કયા હેતુ માટે ઉપયોગ કરે અને આત્માની દરખાસ્તોમાંથી કોને સ્વીકારે અને કોને રદ કરે.નિર્બળ માણસો જગતમાં કોઈ પણ પ્રકારનું સફળ જીવન વિતાવી શકતા નથી. માનવ ઈતિહાસમાં જ લોકો પોતાની છાપ મૂકતા ગયા છે તે એવા લોકો જ હતા જેમણે પોતાની ઈચ્છાઓ અને લાગણીઓને પોતાને તાબે રાખી તેઓ પોતાની ઈચ્છા અને લાગણીઓના દાસ બનીને નહીં બલકે તેમના માલિક બનીને જીવ્યા. સૌપ્રથમ માણસનું અભિમાન ત્યારે જ ઓછું થાય જ્યારે એ પોતાના અલ્લાહ સમક્ષ માથું નમાવી દે. તેની મરજી અને કાયદાઓ પર અમલ કરવો એ પોતાની ટેવ બનાવી લે. તેની સમક્ષ પોતાને જવાબદાર સમજે. પછી આ મુસ્લિમ અને મોમિન અભિમાનને પોતાના શરીર અને તેની શક્તિઓ પર શાસકીય સત્તા અને પોતાના આત્માની ઈચ્છાઓ પર જબરદસ્ત કાબૂ પ્રાપ્ત કરે જેથી તે આ જગતમાં એક શક્તિ બની રહે. આ છે ઈસ્લામી દૃષ્ટિએ આત્મસંયમની હકીકત. આવતીકાલે આપણે જોઈશું કે રોઝા કઈ રીતે માનવીમાં શક્તિ પેદા કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks