રોઝા : માનવીને શક્તિ આપે છે

રોઝા કઈ રીતે માનવીમાં શક્તિ પેદા કરે છે એ બાબતે જો તમે શારીરિક ઈચ્છાઓની માગણીઓનું નિરાકરણ કરશો તો તમને   જણાશે કે તેમાં ત્રણ ઈચ્છાઓ મૂળ અને પાયાનો દરજ્જો ધરાવે છે અને એ જ સૌથી શક્તિશાળી ઈચ્છાઓ છે. એક ખોરાકની ઈચ્છા જે માનવીના અસ્તિત્વ માટે જરૂરી છે. બીજી શારીરિક માગણી જે પણ વંશવૃદ્ધિ અને માનવજીવન ટકાવી રાખવા જરૂરી છે અને ત્રીજી આરામની ઈચ્છા જે વપરાયેલ શક્તિઓની પુનઃપ્રાપ્તિ માટે જરૂરી છે. ઈચ્છાઓ પોતાના આત્મા અને શરીરની શાસક નહીં બલકે તેની તાબેદાર બનીને રહે છે અને તેનું કાર્ય ફક્ત એ રહી જાય છે કે તેનાથી અપાયેલ આદેશોને ગમે તે રીતે પૂરા કરવામાં આવે. રોઝા આત્માની આ જ ત્રણ ઈચ્છાઓને પોતાની પકડમાં લે છે અને આત્માને તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરાવે છે. તે એ ખુદીને જે અલ્લાહ પર ઈમાન લાવી ચૂકી છે. ખબર દે છે કે તારા અલ્લાહે આજે દિવસભર માટે તારી ઉપર અનાજ અને પાણી હરામ કરી દીધુંં છે. આ જ મુદ્દત દરમ્યાન તારા માલિકે તારી શારીરિક ઈચ્છાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધેલ છે. વહેલી પરોઢથી સૂર્યાસ્ત સુધી તારા માટે હલાલ માર્ગ પણ આ ઈચ્છાઓની પૂરતી કરવી હરામ છે. તે એને એવું પણ જણાવે છે કે આખા દિવસની ભૂખ અને તરસ પછી જ્યારે તું ઈફતાર કરે તો ઢીલો થઈને સૂઈ ન જા કારણ કે આ ફક્ત એક દિવસનો પ્રયત્ન નથી. આવા પ્રયત્ન માટે એક દિવસની મુદ્દત પૂરતી પણ નથી. સતત ૩૦ દિવસ સુધી શરીરથી આવા પ્રયત્નો કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન સંપૂર્ણ ૭ર૦ કલાક માટે આ કાર્યક્રમ બનાવી દેવાયો છે કે, રાતના અંતિમ ભાગમાં ઊઠીને શહેરી ખાવ. સવાર પડતાં જ ખાવા-પીવાનું બંધ કરી દો. દિવસ દરમ્યાન દરેક પ્રકારના ખોરાકથી બચો. સૂર્યાસ્ત પછી ઠીક સમયે ઈફતાર કરો. એટલે કે ખાઓ પીઓ પછી રાતના એક ભાગ તરાવીહની અસાધારણ નમાઝમાં ઊભા રહીને પસાર કરો અને અમુક કલાકો આરામ મેળવ્યા પછી ફરી બીજા દિવસ માટેનું કાર્ય શરૂ કરી દો. 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks