રોઝા : શારીરિક બીમારીઓ દૂર કરવાનો ઉપાય

સૌના પ્યારા પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ફરમાવે છે કે રોઝો રાખો, તેનો એક લાભ એ પણ છે કે (તેનાથી) તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે.રોઝો રાખનારને એવો ચોક્કસ અનુભવ થતો હશે કે તેનું વજન ઘટી રહ્યું છે પણ શારીરિક ચપળતામાં એટલો વધારો થતો જાય છે. રમઝાન પહેલાં જે કામ કરતાં આળસ આવતું હતું, હવે રોઝાની સ્થિતિમાં તે જ કામ સરળતાથી થઈ શકે છે. આનું શું કારણ ? વિચારવાથી ચોક્કસ સમજાય છે કે શરીરમાં વધેલ ચરબીને કારણે શરીર ભારે ભારે થઈ જાય છે. તેથી કોઈ કામ કરવામાંં આળસ આવે છે જ્યારે રોઝો રાખવાથી વધારાની ચરબી ઓગળવા માંડે છે અને તેથી રોઝદાર કોઈ પણ કામ સરળતાથી કરી શકે છે.આજના યુગમાં ગેસટ્રબલ તો જાણે સામાન્ય રોગ બની ગયો છે. લગભગ તમામ પ્રકારના દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ ગેસથી પીડાતા હોય છે. ગેસ, કબજ્યિાતને કારણે ઉત્પન્ન થાય. ખાધેલું પચે નહીં એટલે ન પચેલા પદાર્થથી ગેસ ઉત્પન્ન થવા માંડે છે. તેથી લોકો કબજ્યિાત દૂર કરવા જુલાબ કે અન્ય દવાનો આશરો લે છે તો પણ તેમને તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી. જ્યારે એક માસના સતત રોઝા રાખવાથી ન તો જુલાબ લેવો પડે છે કે ન તો કોઈ દવા લેવી પડે છે અને ગેસટ્રબલ એમને એમ મટી જાય છે. એક વાતનું રોઝદારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે સહેરી અને ઈફતારી વખતે (બંને ટાણા જમતી વખતે) તેણે પ્રમાણસર ભોજન લેવું જોઈએ અને તરાવીહ સહિત પાંચે સમયની નિયમિત નમાઝ પઢવાથી ગેસટ્રબલનું નામોનિશાન રહેશે નહીં.ગેરમુસ્લિમોમાં એકટાણું, નકોડા, ફળાહાર કે ઉપવાસ કરવાનો રિવાજ છે. તેની પાછળ પણ અન્ય મહિમાઓ સાથે આ પણ ચોક્કસ મહત્ત્વ રહેલું છે. ડોક્ટર અને ખાસ કરીને વૈદ્યો અને હકીમો દર્દીને ચરી પાળવાનું કહે છે. તેની પાછળ પણ તેમનો હેતુ પેટ કે હોજરી સાફ રાખવાનો તેને આરામ આપવાનો છે.શરીરની તમામ બીમારીઓનું મૂળ કે જડ પેટ અથવા હોજરી છે. તેથી પેટ કે હોજરી તંદુરસ્ત અને સશક્ત હશે તો ગેસટ્રબલ તો શું બીજી કોઈ બીમારી પણ આવી શકશે નહીં. ખરેખર રમઝાનના પૂરા મહિનાના રોઝા સંપૂર્ણ તંદુરસ્ત રહેવાનો કીમિયો છે અને તેથી જ આપ (સ.અ.વ.)એ ફરમાવ્યુંં છે કે રોઝા રાખવાથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts