રોઝા ફારસી ભાષાનો શબ્દ છે. કુર્આનમાં આના માટે “સૌમ” શબ્દનો પ્રયોગ થયો છે. જેનો શાબ્દિક અર્થ છે રોકાઈ જવું અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવો. ઈસ્લામના વિશેષ સંદર્ભમાં જ્યારે “સૌમ” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો આનો પારિભાષિક અર્થ થાય છે ઈસ્લામની મૌલિક ઈબાદતોમાંની એક વિશેષ ઈબાદત, જેને ઈસ્લામના મૌલિક સ્તંભોમાં પણ ગણવામાં આવે છે. અર્થાત રમઝાનના મહિનાના તે રોઝા જે તમામ ઉંમરલાયક મુસલમાનો ઉપર અનિવાર્ય કે ફરજિયાત કરવામાં આવ્યા છે. આ પૂરા એક મહિનામાં મુસલમાન ખાવું-પીવું, સંભોગ તમામ કાર્યોને એક વિશેષ સમયમર્યાદા માટે ત્યજી દેવામાં આવે છે !
રોઝાના સંબંધમાં કુર્આનમાં અલ્લાહે વર્ણન કર્યું છે કે ‘અય ઈમાનવાલો ! તમારી ઉપર રોઝા ફરજિયાત કરવામાં આવ્યા, જે રીતે તમારી પહેલાના લોકો ઉપર ફરજિયાત હતા જેથી કરીને તમે નેક (પ્રામાણિક) બનો.
અલ્લાહના આ કથનના અધ્યયનથી આપણને એ જાણવા મળે છે કે રોઝા કોઈ એવી ઈબાદત નથી જે ફકત મુસલમાનો ઉપર અનિવાર્ય કરવામાં આવ્યા હોય, પરંતુ આ કથનથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે રોઝા મુસલમાનોની પહેલા પણ સંસારમાં રહેતી અને વસ્તી અન્ય કોમો ઉપર પણ અનિવાર્ય હતા તથા જો આપણે આ વાતનો પુરાવો લેવા ઈચ્છીએ તો આપણને વર્તમાન યુગથી આના જુદા જુદા ઉદાહરણ પણ મળશે, કેમ કે વર્તમાન યુગમાં આ સંસારમાં જેટલી પણ કોમો અને ધર્મ જોવા મળે છે તેમાંથી કોઈપણ એવી કોમ તથા કોઈ એવો ધર્મ નહીં મળે જેમને ત્યાં રોઝા કોઈને કોઈ સ્વરૂપે જોવા મળતા ન હોય. પછી તે આર્ય ધર્મ હોય કે સેનેટિક, બધાને ત્યાં રોઝા કોઈને કોઈ રીજે મૌજૂદ છે.
રોઝાનો ઉદ્દેશ્ય પણ અલ્લાહે પોતાના તે કથનમાં સ્પષ્ટ કર્યો છે જેના દ્વારા મુસલમાનો ઉપર રોઝા અનિવાર્ય કર્યા છે. ઉપર વર્ણવેલા કથનમાં અલ્લાહે સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કર્યું છે કે રોઝાનો ઉદ્દેશ આ છે કે મનુષ્ય નેક, અલ્લાહથી ડરનાર તથા તેના આદેશોનું પાલન કરનાર બને. જો આપણે રોઝાને તેના ઉદ્દેશના આ વિશેષ સંદર્ભમાં જોવામાં આવે તો આપણે આ વાત સમજી શકીએ છીએ કે ઈસ્લામ ધર્મની બીજી અન્ય ઈબાદતો નમાઝ, ઝકાત અને હજની તુલનામાં રોઝાની પોતાની વિશેષતા અને મહત્ત્વ છે તે એક રોઝાના સંબંધમાં એક હદીસમાં અલ્લાહ સ્વયં ફરમાવે છે ‘રોઝા મારા માટે છે અને હું જ આનો પ્રતિકાર (બદલો) આપીશ.’ અર્થાત બીજી ઈબાદતો અને નેકીઓનો સીમિત બદલો દસ ગણાથી સાતસો ગણા સુધી આપવામાં આવે છે પરંતુ અલ્લાહ દ્વારા રોઝાનો અસીમિત બદલો આપવામાં આવશે.
રોઝા એક એવા વાર્ષિક પ્રશિક્ષણ છે જે જીવનમાં સહનશીલતા અને અનુશાસન(શિસ્ત) પેદા કરે છે. રોઝાથી મનુષ્યની સંકલ્પ શક્તિનો વિકાસ પણ થાય છે. કેમ કે રોઝાની અવસ્થામાં જ્યારે એક વ્યક્તિ ખાવા-પીવા જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુનો ત્યાગ કરી શકે છે, જેના વિના જીવન સંભવ નથી તો તે અલ્લાહના આદેશથી હરામ અને અમૂલ્ય વસ્તુઓને સરળતાથી છોડી શકે છે.
રોઝાથી મનુષ્યની અંદર ઘણી બધી સારી ભાવનાઓ જન્મે છે તથા માનવ જીવનમાં આનાથી જુદા જદા પ્રકારના લાભ પણ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે રોઝાની અવસ્થામાં જ્યારે ભૂખ્યા રહે છે. તો તે સમાજમાં રહેતા તે નિર્ધન અને ગરીબ વર્ગના ભૂખ-તરસથી પરિચિત થાય છે જે હંમેશા આ જ અવસ્થામાં પોતાનું જીવન પસાર કરે છે. તેઓને પોતાનું પેટ ભરવા માટે સંસાધન પ્રાપ્ત થતા નથી. આનાથી રોઝા રાખનાર મનુષ્યના હૃદયમાં સમાજના આ વર્ગની સહાયતા કે મદદ કરવાની ભાવના પેદા થાય છે તથા આ સમાજના નિર્ધન અને ધનવાન લોકોની વચ્ચેની ખાઈ (ખીણ પડેલી હોય છે) તેને ઘટાડવાનું એક માધ્યમ બને છે.
રમઝાનના મહિનામાં જ્યાં એક તરફ નેકી અને પૂણ્યનું વાતાવરણ હોય અને પ્રત્યેક વ્યક્તિ આ કાર્યમાં લાગેલો રહે છે કે તે વધારે ને વધારે પૂણ્યના કાર્ય કરે જેનાથી અલ્લાહને ત્યાં તેને ઉચિત અને સારો પ્રતિકાર(બદલો) આપવામાં આવે ત્યાં જ બીજી તરફ રોઝાથી ઘણા બધા વ્યક્તિગત, સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ પ્રાપ્ત થાય છે. પયગમ્બર (સ.અ.વ.) સાહેબની ઘણી બધી હદીસોમાં રમઝાન અને રોઝાના સંબંધમાં ઉલ્લેખ થયો છે. પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનું કથન છે કે ‘રમઝાન સહનશીલતા (સબર)નો મહિનો છે તથા સહનશીલતાનો પ્રતિકાર (બદલો) જન્નત છે.’ આ જ રીતે એક બીજી હદીસમાં પયગમ્બર(સ.અ.વ.)સાહેબે વર્ણન કર્યું છે કે ‘રોઝા ઢાલ સમાન છે. જેવી રીતે ઢાલ શત્રુના પ્રહારથી બચવા માટે છે. આ જ રીતે રોઝા પણ શૈતાનના પ્રહારથી બચવા માટે છે.
સ્વાસ્થ્ય સંબંધી લાભનું વર્ણન કરતાં નબી પયગમ્બર (સ.અ.વ.) સાહેબે પોતાની એક હદીસમાં ફરમાવ્યું ‘પ્રત્યેક વસ્તુ પર ઝકાત છે તથા શરીરની ઝકાત રોઝા છે.’ અર્થાત જે રીતે ઝકાત ધનને પવિત્ર કરે છે તેવી જ રીતે રોઝા માનવ શરીરને બિમારીઓ અને રોગોથી પવિત્ર કરે છે. વાસ્તવિક સ્વરૂપે પ્રત્યેક વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધી આ લાભોનો આભાસ સ્વયં કરી શકે છે જે રમઝાનના મહિનામાં રોઝા દ્વારા તેને પ્રાપત થાય છે.
આ જ રીતે રમઝાન અને રોઝાથી ઘણા બધા લાભ પણ થાય છે. રોઝાથી મનુષ્યમાં આ આંતરિક વિશ્વાસ વધે છે કે અલ્લાહ તેને પ્રત્યેક સ્થળે જુએ છે. આ કારણે તે બુરાઈઓથી બચવાનો પ્રયત્ન કરે છે, જેનાથી સમાજમાં બુરાઈઓનો ગ્રાફ ઘટે છે. રોઝાથી મનુષ્યની અંદર ભાઈચારો, હમદર્દી, એકતા તથા આંતરિક સહાયતાની ભાવના જન્મે છે.
પ્રત્યેક વર્ષ અલ્લાહની તરફથી આ મહિનો એક મહત્ત્વપૂર્ણ અવસર સ્વરૂપે આપણી પાસે આવે છે. મનુષ્યને જોઈએ કે તે આ યોગ્ય અવસરથી લાભ લેતા પોતાના અલ્લાહ સમક્ષ દયા અને કરૂણાની પ્રાર્થના કે દુઆ કરે, તેની પાસે પોતાના ગુનાઓની ક્ષમા માંગે, કેમ કે એવું બની શકે છે કે ભવિષ્યમાં તેને આવી તક ન મળે. આ સંદર્ભમાં અલ્લાહના અંતિમ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે તે માણસને ખૂબ જ બદનસીબ બતાવ્યો છે, જે આ પવિત્ર અવસરને પ્રાપ્ત કરવા ઉપરાંત પણ તેનાથી લાભન્વિત ન થઈ શકે તથા પોતાના અલ્લાહ પાસે ગુનાઓની ક્ષમા ન માંગી શકે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)