હૈદરાબાદ,તા.૧૯
ગત જુલાઈથી યુનિવર્સિટીએ રોહિતને રૂા ૨૫,૦૦૦ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. તેના મિત્રોનો આરોપ છે કે તેને આંબેડકર વિદ્યાર્થી એસોસિયેશન(ASA)ના બેનર હેઠળ મુદ્દાઓ ઉઠાવવા માટે નિશાન બનાવવામાં આવ્યો નવી દિલ્હી, સોમવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની બહાર રોહિત વેમુલાની આત્મહત્યા પર વિરોધ પ્રદર્શન ગઈ કાલે, એક રાજકીય વિવાદ પર હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ દલિત વિદ્યાર્થીએ પોતાની જાતને ફાંસી આપીને આત્મહત્યા કરી હતી.
કેજરીવાલે કહ્યું છે કે મોદીએ આ ઘટના અંગે માફી માંગવી જોઈએ અને પ્રધાનોનું રાજીનામું માંગવુ જોઈએ,
ગત જુલાઈથી યુનિવર્સિટીએ રોહિતને રૂા ૨૫,૦૦૦ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. તેના મિત્રોનો આરોપ છે કે તેને આંબેડકર વિદ્યાર્થી એસોસિયેશન(ASA)ના બેનર હેઠળ મુદ્દાઓ ઉઠાવવા માટે નિશાન બનાવવામાં આવ્યો હતો.
૫ ઓગસ્ટના રોજ યુનિવર્સિટીએ રોહિત અને અન્ય ASAના ચાર સભ્યો વિરુદ્ધ ABVP નેતા એન.સુશીલ કુમારની કથિત હુમલાની ફરિયાદ બાદ તપાસ કરવાની શરૂઆત કરી હતી.
૧૭ ઓગસ્ટના રોજ, દત્તાત્રેયે માનવ સંસાધન વિકાસ પ્રધાનને પત્ર લખતા કહ્યું હતું કે “હૈદરાબાદુ યુનિવર્સિટી …. તાજેતરમાં, જાતિવાદી, અને રાષ્ટ્રીય વિરોધમાં રાજકારણનો ભાગ બની છે”
પાંચ સપ્ટેમ્બરના રોજ પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
૩ જાન્યુઆરીએ આ પાંચ વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર તેમના તંબુમાં “ભૂખ હડતાળ’ શરૂ કરી હતી.
રોહિતનો આત્મહત્યા કરતાં પહેલા લખેલ પત્ર
રોહિતની માતા વી.રાધિકા દરજી છે, અને રોહિતના પિતા મનિલકુમાર એક ખાનગી હોસ્પિટલમાં સુરક્ષા રક્ષક તરીકે કામ કરે છે – તેની એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે.
તેની શિષ્યવૃતિ બંધ કરવામાં આવ્યા પછી તેનું કુટુંબ સંઘર્ષ કરી રહ્યું હતું. તેમણે એક મિત્ર પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ ઉધાર લીધા હતા અને કરકસરપૂર્વક રહેતા હતા.” તેના એક સાથી પીએચડી વિદ્વાન અને એ પાંચ સસ્પેન્ડ વિદ્યાર્થીમાંના એકે જણાવ્યું હતું.
“ડિસેમ્બરમાં રોહિતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખ્યો અને તેને દલિત વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યુ. તેને વહીવટી બિલ્ડિંગમાં જવાનું કહેવામા આવ્યું. તેણે કહ્યું કે દરેક જગ્યાએ તેને સિસ્ટમ દ્વારા હેરાન કરવામાં આવ્યો છે અને એ જ કારણથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેણે પોતાની જાતને તેની જાતિને, અને આસપાસના સંજોગો પર આક્ષેપ કર્યો. તેને અભ્યાસ સિવાય કશામાં રસ ન હતો, તેના એક ગાઢ મિત્રએ જણાવ્યું હતું. પોતાની આત્મઘાતી નોટ’” માં, રોહિતે લખ્યું છે કે તેને યુનિવર્સિટી પાસેથી પોતાના બાકી રૂા ૧.૭૫ લાખ પછ મેળવવાની અપેક્ષા હતી, આ નોંધમાં એ પણ લખ્યું છે કે તે યુનિવર્સિટીમાં ૨૦૧૨માં જોડાયા અને તેને છેક એપ્રિલ ૨૦૧૪માંCSIRદ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ આપવામાં આવી. તેણે લખ્યું : ‘‘હું હંમેશા એક લેખક બનવા ઇચ્છતો હતો -વિજ્ઞાનનો એક લેખક. હું વિજ્ઞાનને પ્રેમ કરું છું. પરંતુ અમારી લાગણીઓને સેકન્ડ હેન્ડ છે. માટે લાગણીઓને નુકસાન ન થાય એ રીતે રહેવું અમારા માટે મુશ્કેલ છે.
મિત્રોના કહેવા અનુસાર, રોહિત અને અન્ય ASAના સભ્યો રવિવારે સસ્પેન્ડ વિદ્યાર્થીઓના ભવિષ્ય વિષે ચર્ચા કરવા ભેગા થયા હતા. ૪ વાગ્યે તેને કહ્યું કે હું મારા કામ પતાવીને આવું છું તે ૬ વાગ્યા સુધી પાછા ન આવતા અમે તેને માટે શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ અમને એ ASAના પ્રવૃત્તિ રૂમમાં છતના પંખાથી લટકેલા જોવા મળ્યા. ૩ ઓગસ્ટના રોજ ASAના છાત્રોએ હૈદરાબાદ કેમ્પસ ખાતે એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે પછી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટી એકમના પ્રમુખ કુમારે ફેસબૂક ઉપર એવી ટિપ્પણી કરી હતી કે ASAના સભ્યો “ગુંડાઓ’’ છે. બાદમાં તેમણે યુનિવર્સિટીના સુરક્ષા અધિકારીની હાજરીમાં લેખિત માફી માંગી. પરંતુ બીજા દિવસે તે એક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો અને કહ્યું કે ASAના સભ્યોએ તેની મારપીટ કરી છે. ABVPએ પોલીસ ફરિયાદ નોંધાવી જ્યારે યુનિવર્સિટીએ તપાસ કરવાનો આદેશ આપ્યો, રોહિત અને તેના ૫ સાથીદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ABVPના કુમારને ચેતવણી સાથે છોડી દેવામાં આવ્યા હતા.
ABVPના તેલંગાણા એકમના સભ્ય અને રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય દિલીપ કુમારે કહ્યું કે બોર્ડ દ્વારા ૩૧ મી ઓગસ્ટે આ પાંચને સસ્પેન્શનનું સૂચન કર્યું ત્યારે આ પાંચ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને દબાણ કર્યું હતું કે તેઓ પોતાનો નિર્ણય પાછો ફેરવે.
“આ દ્વારા સંબંધિત કુમારની માતાએ યુનિવર્સિટી દ્વારા એક્શન રીપોર્ટ સબમિટ કરવામૃતના પરિવાર માટે હું મારી સંવેદના વ્યક્ત માટે ૩ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, એમ દિલીપ કુમારે જણાવ્યું હતું કોર્ટે અહેવાલ સુપરત કરવા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નિર્દેશ આપ્યો હતો પરંતુ યુનિવર્સિટીએ વધુ સમય માગ્યો હતો. દરમિયાન, યુનિવર્સિટીએ બોર્ડની ભલામણો દ્વારા વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કર્યા અને આ નિર્ણય ૧૭ ડિસેમ્બરના દિવસે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું, પાંચ સ્થગિત વિદ્યાર્થીઓએ તેમના
સસ્પેન્શન ઓર્ડરને રદ કરવા હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. કોર્ટે બંને બાબતોમાં સહકારથી કામ કરવા ૧૯ જાન્યુઆરી પર સુનાવણી મોકૂફ રાખી હતી. સિકંદરાબાદના ભાજપના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન દત્તાત્રેય કહ્યું કે “ABVPના સભ્યોએ મને પત્ર લખ્યો હતો કે ASAના સભ્યો “જાતિવાદી’ અને “રાષ્ટ્રીય વિરોધી” પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હતા. મે આ પત્ર કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને મારા સત્તાવાર લેટરહેડ પર ફોરવર્ડ કર્યો હતો. પછી શું થયું એ મને ખબર નથી. ’’
જોકે સ્મૃતિ ઈરાનીએ આ વિવાદ વિષે બોલવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે “હું કોઈ રાજકીય નિવેદન આપવા માંગતી નથી. મૃતના પરિવાર માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છુ. તેમણે કહ્યું કે તેમના વિભાગ દ્વારા યુનિવર્સિટીઓના વહીવટમાં કોઈ દખલ કરવામાં આવતી નથી. હવે આ સોમવારે આ કેસમાં આત્મહત્યા માટે ઉત્તેજન આપવા અને રોહિત પર ખોટા આક્ષેપ કરવાના આરોપસર, દત્તાત્રેય, વાઇસ પ્રોફેસર રાવ ભાજપના ધારાસભ્ય રામચંદર રાવ અને ABVPના દિલિપ કુમાર સામે એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી.