(એજન્સી) તા.૨૮
ભારતની મુસ્લિમ નેતાગીરી (રાજકીય, સામાજિક, ધાર્મિક) અત્યારે બંધનકર્તા લાગે છે. જે લુપ્તતા તરફ બંધાયેલા એક પ્રજાતિને સમાન બનાવે છે જે ભોગ બનનાર અને સીમાંતવાદ તરીકેની સ્વનિર્મિત કથા દ્વારા આકર્ષાયા છે. આ સામુદાયિક નેતૃત્વ ભાગ્યે જ અન્ય એ જ રીતે સીમાંત જૂથો દલિત, આદિવાસી, મહિલા, જે પોતે જ એક અલગ શ્રેણી બનાવે છે તે બધા જાતિ સમુદાયો દ્વારા ગરીબ સાથે સહાનુભૂતિ રાખે છે.તમને મહાન કવિ ગાલિબની કડી યાદ અપાવું “ રખીઓ ગાલિબ મુજે ઇસ તલક નવાઈમે માફ કુછ દર્દ મેરે દિલમે સવા હોતા હે
“મારા હૃદય માં તીવ્ર પીડા” હૈદરાબાદ ખાતે યુનિવર્સિટીના તેજસ્વી દલિત વિદ્યાન રોહિત વેમુલાની મૃત્યુ પર થાય છે જે સમુદાયના નેતાઓની ઠંડી ઉદાસીનતાને કારણે થાય છે. તેમના નિવાયૅ મૃત્યુ કેટલાક લોકોએ આયોજિત કર્યું હતું . માત્ર ટેક્નિકની રીતે તે આત્મઘાતી હતું. મુસ્લિમ નેતૃત્વ ના ઉદાસીન પ્રતિભાવ વિશે વાત કરીને કોઈ ઇનકાર નથી કરી શકતું કે ખૂબ જ નાના સેગમેન્ટમાં લોકો રોહિતના મૃત્યુના વિરોધ સાથે એકતા દર્શાવે છે. પરંતુ સામાન્ય મુસ્લિમો વચ્ચે સામાન્ય દ્રષ્ટિ એ છે કે સૌથી વધુ ભેદભાવ સીમાંત સામે અને દેશમાં દુઃખી જૂથ સાથે છે. સમાજશાસ્ત્રી મિયા અહમદે તાજેતરમાં જામિયા નગરમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ સમગ્ર સત્ય નથી અને અન્ય કેટલાક જૂથો મુસ્લિમો સાથે આ મુશ્કેલીઓ ભોગવે છે.
આ મુદ્દા પર મુખ્ય પ્રવાહમાં રાજકીય પક્ષો મુસ્લિમ નેતાઓ મૌન સમજી શકાય એવું છે. તેઓ સામાન્ય રીતે પક્ષને અનુસરવા બંધાયેલા છે. પરંતુ રાષ્ટ્રીયના મહત્વના મુદ્દાઓ પર બોલતા મુસ્લિમ સંસ્થાઓ, સામુદાયિક ધાર્મિક નેતાઓ, કાર્યકરો, બૌદ્ધિકોને કોને બંધ કર્યા છે? શા માટે તેઓ મોટા કારણો માટે સંઘર્ષ માં સામેલ થતાં નથી? ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે ભારત માં તેના ઘર ખાતે તેમના પુસ્તક લખે છેઃ મુસ્લિમ સાગા, “હું હંમેશા ભારપૂર્વક માનું છું કે લઘુમતી સમુદાયોએ હમેશા રાજકીય નેતાઓ સાથે એ મુદ્દાઓ પર વાત કરવા ની જરૂર છે જે બહુમતી સમુદાયની ચિંતા હોય આથી ઓછામાં ઓછા તે પોતાના સમુદાયો બહાર અનુરૂપતા હોવાનું વર્ણવી શકે છે.
તે આપણી લોકશાહી માટે મહત્વનું છે કે સિદ્ધાંત અને વ્યવહારુ દ્રષ્ટિએ હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ અથવા અન્ય નેતાઓને દેશના નેતાઓ તરીકે જોવામાં આવે ના કે તેમના સમુદાયોના એકલા નેતા તરીકે “તે બાબતનો ઇનકાર કરી શકાય નહીં કે મુસ્લિમ સમુદાય નિરક્ષરતા, બેરોજગારી, ગરીબી, પદ્ધતિસરનાં ભેદભાવ અને સંસ્થાગત પૂર્વગ્રહથી પીડાય છે.પણ બીજા સમુદાયોને પણ આવી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મુસ્લિમો સામે સમયાંતરે સામૂહિક કતલ હોવા છતાં, તેઓ હજુ પણ ભારતમાં લોકશાહી સૌથી મોટો લાભ મેળવે છે. કારણકે વિશ્વમાં ક્યાંય પણ મુસ્લિમોની આવી વિશાળ વસ્તી અવિરત રીતે લોકશાહીનો ૬૮ વર્ષથી આનંદ ઉઠાવી શક્તિ નથી
તે મૌલાના અબ્દુલ કલામ આઝાદની દ્રષ્ટિ પ્રતિબિંબિત કરે છે જેઓએ ભાગલા બાદ કહ્યું હતું કે કેવી રીતે એક વિભાજીત ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય હશે. તેમણે જણાવ્યું હતું કે જો તેઓ સુવિક્સિત થશે તો લોકશાહી સુવિકસિત થશે. જો કે, મુસ્લિમો લોકશાહી મજબૂત પ્રક્રિયામાં ભાગ લે તેમ લાગતું નથી. તેઓએ પ્રક્રિયાઓ અને લોકશાહી સ્વરૂપોને આંતિરકરીતે મદદ કરવાની જરૂર છે. તેઓએ દેશમાં મુખ્ય ભાષણમાં ભાગ લઈને દલિતો, શીખ, ખ્રિસ્તીઓ, આદિવાસી, સ્ત્રીઓ અથવા કામકાજી વર્ગ માટે ઊભા રહેવું જ જોઈએ. અસહિષ્ણુતા પર દેશમાં મોટો રાજકીય વિવાદ પેદા કરવામાં આવ્યો છે. પરંતુ ભાગ્યે જ અગ્રણી મુસ્લિમ સંસ્થા કે સમુદાયના નેતાએ તેની સામે આયોજન કરાયેલ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભારતના મુસ્લિમોએ દેશમાં રાજકીય અને નૈતિક પરિસ્થિતિવિજ્ઞાન છવાયેલું રહે છે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.આપણે સામાજિક ચિંતા, સંઘર્ષ અને સંબંધોની જટિલ જાળાં બહાર ટકી શકતા નથી. આપણા રાષ્ટ્રીય જીવન બંધારણ દ્વારા સુયોજિત ધોરણો અનુસાર છે. આપણે લોકશાહી અને માનવ અધિકારોને સુરક્ષિત કરવા માટે કાળજી રાખવી જરૂરી છે. આ ત્યારે જ થશે જ્યારે ભારતીય રાજકીય પરિસ્થિતિવિજ્ઞાન સુરક્ષિત રહેશે. અને આપણે રોહિતના કેસમાં નિષ્ફળ ગયા તેમ હવે આપણે અન્ય ભારતીયોના કેસમાં નિષ્ફળ જવાનું નથી.