રોહિત વેમુલાનો કેસ એકલો નથી, દરેક યુનિવર્સિટીમાં આવું જ થઇ રહ્યું છે : રાહુલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હૈદરાબાદ જઈને વિધાર્થીઓની મુલાકાત લીધી અને જવાબદાર મંત્રી અને વીસી સામે આકરાં પગલાં ભરવાની માંગણી કરી
હૈદરાબાદ તા. ૧૯
હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના મુદ્દે કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને જવાબદાર ઠેરવતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એવું કહ્યું કે રોહિત વેમુલાનો કેસ કોઈ એકાકી કેસ નથી દરેક યુનિવર્સિટીમાં આવું જ બની રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ કંઈક શીખવા માટે યુનિવર્સિટીમાં આવે છે અને તેમની પર એટલી હદે દબાણ કરવામાં આવે છે કે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ બચતો નથી. તેમણે કહ્યું કે રોહીતનો કેસ ફક્ત એકલો નથી દેશની દરેક યુનિવર્સિટીમાં આવું જ બની રહ્યુ છે. રાહુલ ગાંધીએ જવાબદાર મંત્રી અને વીસીની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓના સંબોધનમાં રાહુલ કહ્યું કે વિદ્યાર્થીઓની ભાવના અહિં આવીને કંઈક કહેવાની હોય છે. પરંતુ અહિં વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હીમા બેઠેલા મંત્રી અને વાઈસ ચાન્સેલરે નિષ્પક્ષતાની કામ કર્યું નથી.
રાહુલ ગાંધીએ રોહિતના મોત માટે બંડારૂ દત્તાત્રેય અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને જવાબદાર ઠેરવતાં કહ્યું કે મંત્રી, વીસી અને યુનિવર્સિટી સત્તાવાળાઓએ રોહીતને આપઘાત કરવા મજબૂર કર્યો છે.તેથી વીસીને હોદ્દો રહેવાનો કોઈ હક નથી. આ દરમિયાન એવી પણ ખબર મળી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે આ ઘટનાને હત્યા ગણાવીને બંડારૂ દત્તાત્રેયને હટાવવાની માંગણી કરી છે.બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી પણ હૈદરાબાદ યુનિવર્સિટીની મુલાકાત લે તેવી સંભાવનાની વચ્ચે તેમણે તેમની પાર્ટીના બે સભ્યોની એક ટીમ ત્યાં મોકલી છે. કોંગ્રેસે પણ બંડારૂ દત્તાત્રેય અને સ્મૃતિ ઈરાનીના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા કુમારી શૈલજાએ પત્રકારોને એવું જણાવ્યું કે બંડારૂ અને સ્મૃતિ ઈરાની રાજીનામા ધરી દેવા જોઈએ નહીંતર વડાપ્રધાને તેમના રાજીનામા માંગીને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે એચઆરડી મંત્રીએ દેશને ગેરમાર્ગે દોર્યોછે કારણ કે તેમણે જ આ મુદ્દે સંખ્યાબંધ પત્રો લખ્યાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks