ર૦૧૮ પેટાચૂંટણીઓના પરિણામો ફક્ત ભાજપ માટે નહીં પરંતુ ‘ગોદી મીડિયા’ માટે પણ શીખ છે

(એજન્સી) તા.૧૬
યુપી બિહારના પેટાચૂંટણીઓના પરિણામો ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ સાથે સાથે મીડિયા માટે પણ શીખ છે કે જેમણે દેશમાં જૂઠ અને નફરતની રાજનીતિ ફેલાવી છે તેમના માટે હવે કોઈ જગ્યા નથી. સપા-બસપા હવે આરજેડીએ મીડિયાના જૂઠા પ્રચારતંત્રનું ખંડન કરી દીધું છે.
ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવી એ પછી જેવી રીતે મીડિયાએ સૂર બદલ્યો છે એ પરથી એવું લાગે છે કે દેશનો મીડિયા મીડિયા નથી રહ્યો પરંતુ તે ‘ગોદી મીડિયા’ થઈ ગયું છે. મુખ્ય ન્યુઝ ચેનલોએ ર૦૧૪ પછીની બધી ચૂંટણીઓમાં ભાજપ સાથે વધારે સમય પસાર કર્યો છે તો મીડિયાની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થાય એ સામાન્ય વાત છે. સામાન્ય રીતે જોઈએ તો ઝી ન્યૂઝ, ઈન્ડિયા ટીવી, ટાઈમ્સ નાઉ અને રિપબ્લિક બધી ચેનલો તેમનો પત્રકારિતા ધર્મ ભૂલીને મોદી ભક્તિ કરવામાં ભાગી ગયા છે. આમાં પત્રકારોની તો એક લાંબી યાદી છે.
હવે જ્યારે યુપી-બિહાર પેટાચૂંટણીઓના પરિણામો આવ્યા ત્યારે આ ભક્ત મીડિયાની બોલતી બંધ થઈ ગઈ છે. કારણ કે આ લોકોના બધા સર્વેક્ષણને સપા-બસપા અને આરજેડીએ ખોટા સાબિત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે મોદી ભક્તની યાદીમાં આવવાવાળા ‘ઝી ન્યૂઝ’ના એન્કર રોહિત સરદાનાએ જ્યારે પેટાચૂંટણી પર તેમની પ્રતિક્રિયા આપવા માટે ટ્‌વીટ કર્યું કે પ્રાદેશિક પક્ષો વગર હાલમાં તેમનો કોઈ મહત્ત્વ નથી. નાના પક્ષો નાના વિચારોને બાઝ પર મૂકી મોટા લક્ષ્યાંકો પર ધ્યાન આપે. રોહિતે ભાજપ-કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોને શિખામણ આપવાને બદલે તેમની પત્રકારિતા તરફ જોવું જોઈએ જેથી લોકોનું ભલું થાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts