ર૦૧૯ની ચૂંટણીઓ પર અરૂણ શૌરીએ કહ્યું ‘‘મોદી સફળ થશે’’ આ ટોણો છે

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીનું માનવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે વિપક્ષી દળોમાં એકતા નજર આવી રહી છે. પરંતુ લાગે છે કે, ર૦૧૯ની ચૂંટણીઓ માટે ભાજપ સામે મોરચો બનાવવાનો આ યોગ્ય સમય નથી. અરૂણ શૌરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સામે મહાગઠબંધન બનાવવા માટે કોઈ ચહેરાની જરૂર નથી. તેમણે તે માટે ગુલિવર અને તિલિપુરનું ઉદાહરણ આપ્યું. તેમણે એક ટીવી ચેનલને કહ્યું કે ૧૯૭૭માં ઈન્દિરા ગાંધી સામે કોઈ ચહેરો ન હતો. રાજનૈતિક દળોની તુલનામાં રાજનીતિ બહુ મોટી ચીજ છે. રપ વર્ષ પછી બસપા-સપા નજીક આવવાથી ભાજપની હાર પર શૌરીએ કહ્યું કે, વિપક્ષી દળોએ એકબીજા સાથે નજીક આવી કામ કરવું જોઈએ. પીએમ મોદીના પ્રશંસક રહેલા શૌરીએ વિપક્ષની સામે અભિયાન ચલાવવાની આલોચના કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે, વિપક્ષોની એકતા લાવવા વડાપ્રધાન મોદી ઘણી બધી મહેનત કરે છે અને તેઓ સફળ રહેશે. તેમણે વિપક્ષોને વિશ્વાસ આપ્યો છે કે, હું તમારામાંના હરકોઈને નષ્ટ કરી દઈશ. પછી તે મમતા બેનરજી હોય કે વારએસઆર હોય. જો તમે એક સાથે નહીં આવો તો તમારી હાર એકની હારનો ખતરો બની રહેશે. અરૂણ શૌરીએ કહ્યું કે, વિપક્ષની સાથે ભાજપની સહયોગી પાર્ટીઓ પણ વિચારે છે કે જો તે પાછા આવશે તો તેમનું પતન થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks