(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
આગામી સામાન્ય ચૂંટણી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દર મહિને યુપીમાં એક રેલીને સંબોધશે.
ભાજપ માને છે કે આ રેલીઓ દ્વારા રાજ્યમાં સભા વિરોધી લહેર પર પાણી ફરી વળશે તેમજ દરેક પક્ષોનું તેમના મહત્ત્વ પણ ઘટવા લાગશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈમાં મોદી આઝમગઢમાં રેલી યોજશે. આઝમગઢ સપાની બેઠક છે. જ્યાંથી મુલાયમસીંગ યાદવ ચૂંટણી જીત્યા છે. તેઓ ત્યારબાદ પૂર્વાંચલ એક્ષપ્રેસ-વે માટે આધારશીલા રાખશે. જે પૂર્વોત્તર માટે લાઈફલાઈન છે. તેઓ ઓગસ્ટમાં સિદ્ધાર્થનગર જશે પરંતુ તેની તારીખ જાહેર કરાઈ નથી. દરેક રેલીમાં ૮થી ૧૦ મૂલ્યવાન લોકો એકઠા થશે અને વડાપ્રધાનનો સંદેશો ફેલાવશે. સંઘ દ્વારા યુપીમાં લોકસભાની ચૂંટણીની જવાબદારી યોગી આદિત્યનાથ પાસેથી લઈ લેવાઈ છે. ર૦૧૪માં મોદીએ જે રીતે અભિયાન ચલાવ્યું હતું તેવુ જ અભિયાન શરૂ કરી વિપક્ષોને કોઈ તક આપવા માંગતા નથી.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે સપા-બસપાનું ગઠબંધન અમારી યોજના સામે પડકાર છે છતાં ગઠબંધનની અસરને ટાળવા માટે પૂરો પ્રયાસ કરાશે. ગઠબંધનની અસરને ટાળવા માટે પૂરો પ્રયાસ કરાશે. ભાજપના મંત્રી વિજય બહાદુર પાઠકે કહ્યું કે પક્ષ મતદારોના સંપર્કમાં છે અને જમીની હકીકત સાથે રહેશે. જે વિધાનસભા મતવિસ્તારોમાં નકારાત્મક અસર છે ત્યાં સુધારવા ધારાસભ્યોને સલાહ અપાઈ છે.