(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
શહેરના લસકાણા ડાયમંડ નગર પાસે લક્ઝરી બસ આગળ-પાછળ લેતી વખતે સુતેલા કંડક્ટર ઉપર વ્હીલ ફરી વળતાં કંડક્ટરનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગર ગોધાણી ફાર્મ પાસે લક્ઝરી બસ નં.જીજે-૩-બીટી-૮૨૭૨ના ચાલક પ્રભુદાસ સીતારામદાસ અગ્રાવતે બસને આગળ પાછળ લેતા બસને આગળ સુતેલા કંડક્ટર અનકભાઈ માધાભાઈ કુવરીયા ઉ.વ.૨૫ ઉપર બસ ચઢી ગઈ હતી. જેના કારણે કંડક્ટરનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ઘનશ્યામ ચતુરભાઈ સાવલીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Facebook
0
Twitter
0