લાઠીમાં જાહેર રસ્તો બંધ કરવા સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર, આસિ. કલેક્ટર, ચીફ ઓફિસર, મામલતદાર પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન ભરાયા

અમરેલી, તા.૧
લાઠીના દલિત વાસ પાસે થઈને જવાતા રેવન્યુ સર્વે નંબર ૬૧/૧ બિનખેતી થયેલ જમીન ઉપર પૈસાવાળા બે ઉદ્યોગપતિ શખ્સો સહિત અમુક વગદાર શખ્સોએ સાર્વજનિક રસ્તાઓ ઉપર પોતાના સ્વાર્થ ખાતીર તાર ફેન્સિંગ કરી જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવતા આ બાબતે અમરેલી કલેકટર તેમજ લાઠી આસિસ્ટન્ટ કલેકટર અને મામલતદાર અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર કચેરીને પણ આ બાબતે રજૂઆત કરતા અધિકારીઓએ કોઈ તટસ્થ કામગીરી કરેલ ના હતી. જો આ બાબતે કોઈ નિરાકરણ નહિ લાવવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. લાઠીના દલિત વાસ પાસે થઈને જવાના રસ્તે આવેલ રેવન્યુ સર્વે નંબર ૬૧/૧ની બિનખેતી થયેલ જમીન ઉપર લાઠીના વતની અને ઉદ્યોગપતિ હાલ મુંબઈ સુરત ખાતે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકર તેમજ દુલાભાઇ માવજીભાઈ શંકર અને અન્ય આ વિસ્તારના વ્યક્તિઓએ આ બિનખેતી થયેલ સર્વે નંબર ૬૧/૧ની જમીનના કેટલાક જાહેર રસ્તાઓ ઉપર તાર ફેન્સીંગ કરી રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના લોકોનું આવન જાવન બંધ કરી દીધું છે. આ જમીન ઉપર કાયદેસરના જાહેર રસ્તાઓ સરકારે રાખેલ હોઈ તેમ છતાં આ બે શખ્સો સહિત અન્ય શખ્સોએ સાર્વજનિક રસ્તાઓ બંધ કરી દીધેલ છે. આ બાબતે અરજદાર સાજીદભાઈ હબીબભાઇ મીઠાણીએ અમરેલી કલેકટર તેમજ લાઠી આસિ.કલેકટર, ચીફ ઓફિસર, લાઠી પીએસઆઇ તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડાને પણ લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવતા તેમ છતાં કોઈપણ અધિકારી દ્વારા આ બાબતે અરજદારની રજૂઆત ઉપર ધ્યાન દેવામાં આવેલ નથી. જો આવતા સમયમાં કોઈ ત્વરિત પગલાં ભરવામાં નહિ આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks