લાભાર્થીઓને કારાયેલ દંડનો નિર્ણય પાછો ખેંચવા કોંગ્રેસ કાઉન્સિલરની માંગ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૬
ગરીબોના ઝૂંપડા તોડયા પછી તેઓને ફાળવેલા આવાસોમાં દંડ પેટે એક લાખ રૂપિયાની વધુ રકમ વસુલવાનો કોર્પોરેશન દ્વારા કરાવેલા નિર્ણયનો કોંગ્રેસનાં કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ વિરોધ નોંધાવી આ બાબતે મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.મ્યુ. કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સ્લમ ફ્રી સ્માર્ટ સીટીનાં નેજા હેઠળ બનાવાયેલા રાજીવ આવાસ યોજના ફેઝ-૧ અને ફેઝ-૨ તાંદલજા તથા યાજીપુરા ખાતે બનાવેલા મકાનો સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ગરીબોનાં આવાસો તોડ્યા બાદ વૈકલ્પીક વ્યવસ્થા કરવા સેવાસદન જવાબદાર હોય છે. પરંતુ સેવાસદન દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા લાભાર્થીઓને માનસિક તથા આર્થિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. લાભાર્થીઓને બે વર્ષથી ભાડુ ચુકવવામાં આવ્યું નથી. સાથે જ તાજેતરમાં કોર્પોરેશન દ્વારા સભામાં લાભાર્થીઓને આવાસ માટે એક લાખ રૂપિયાનું દંડ વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે તે ખરેખર ગેરવ્યાજબી છે.
આજે કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ મેયરને આવેદનપત્ર આપી તાત્કાલીક આ એક લાખ રૂપિયાનું દંડ ન લઇ નિર્ણય પરત ખેંચી ગરીબોનું હિત જાળવવા માંગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks