લીમડાલેન વિસ્તારમાં દુકાનમાંથી લાખ્ખોના મોબાઈલની ચોરી

જામનગર, તા.૧ર
જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી પ્લસ પોઈન્ટ નામની મોબાઈલની દુકાનમાં તસ્કરોએ લાખ્ખો રૂપિયાના નવેનવા મોબાઈલની ચોરી કરી છે. જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી પ્લસ પોઈન્ટ નામની મોબાઈલ ફોનની દુકાનમાં ગઈરાત્રે કોઈ તસ્કરો શટરના નકૂચા તોડી અંદર પ્રવેશ્યા હતા.
આ તસ્કરોએ દુકાનમાં પડેલા નવા મોબાઈલની ચોરી કરી લીધી હતી તે પછી ફરીથી શટર વાટે જ આ તસ્કરો નીકળી ગયા હતા. આ બનાવની આજે સવારે દુકાને પહોંચેલા તેના સંચાલક રાજુભાઈ સિંધીને થતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણના પગલે સિટી-બી ડિવિઝનના પીઆઈ આર.જી. જાડેજા સહિત ડોગ સ્કવોડ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તપાસનો દોર આરંભી તે દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે. આ ઉપરાંત દુકાન માલિક સાથે રહી તે દુકાનમાં પડેલા કેટલા મોબાઈલ ઉપડી ગયા તેની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ લાખ્ખો રૃપિયાની કિંમતના મોબાઈલની ચોરી થઈ છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને નજરમાં રાખીને વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે અને ચોરીનો આંકડો મેળવવાની અને દુકાન માલિકની ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks