લુણાવાડા, તા.૧૮
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વાસયા દરવાજા નીચે તળાવની પાર પાસે એક ઇસમે પુરઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા હંકારી એક ઇસમને અથડાવી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જીલ્લાના લુણાવાડામાં વાસ્યા દરવાજા નીચે તળાવ પાસે રિક્ષા નં.જી.જે.૨૩ ડબલ્યુ ૬૫૯૬ના ચાલકે ગફલતભરી રીતે હંકારી કમલેશકુમાર મધુસુદનભાઈ ગાંધીને અથડાવી હતી. કમલેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. કમલેશભાઈના મોટા ભાઈએ ૧૦૮ બોલાવી ૧૦૮ દ્વારા તાત્કાલિક લુણાવાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા લઇ જવામાં આવ્યા હતા. ગોધરાના સરકારી દવાખાનાના ડોકટરે પણ વધુ સારવાર માટે વડોદરા લઇ જવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ કમલેશભાઈને વડોદરાના એસ.એસ.જી. માં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ રિક્ષા ચાલક વિરુધ લુણાવાડા પોલીસ મથકે ફરયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી આગરની તપાસ હાથ ધરી છે.