લેબેનોનની રાજધાની બૈરુતમાં લડાકુ હિઝબુલ્લાહ લશ્કરી કમાન્ડના૧૨ કેન્દ્ર પર ઇઝરાયેલના યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બવર્ષા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
લેબેનોનની રાજધાની બૈરુતમાં લડાકુ જૂથ હિઝબુલ્લાહના ૧૨ જેટલા લશ્કરી કમાન્ડ સેન્ટર પર ઇઝરાયેલના જેટ યુદ્ધ વિમાનો દ્વારા આજે ભયાનક બોમ્બવર્ષા કરવામાં આવી હતી. સત્તાવાર નિવેદનમાં અપાયેલી માહિતી મુજબ લડાકુ જૂથના ગુપ્તચર વિભાગ તથા કાંઠેથી દરિયામાં છોડી શકાતા મિસાઈલના યુનિટ તથા અન્ય કેન્દ્ર પર ઇઝરાયેલ દ્વારા હવાઈ આક્રમણ શરૂ કરવામાં આવ્યું હતું. લડાકુ જૂથના યુનિટ ૪૪૦૦ યુનિટ ઉપર પણ હુમલો થયો હતો. આ યુનિટ ઈરાનથી સીરિયા થઈને લેબેનોનમાં શસ્ત્રો પહોંચાડી રહ્યાનો આરોપ છે. ઇઝરાયેલના લશ્કરે દાવો કર્યો હતો કે આ તમામ કમાન્ડ સેન્ટરમાંથી જ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા કરવાનું આયોજન થતું હતું અને હુમલા કરવામાં આવતા હતા અને દક્ષિણમાં લડાકુ જૂથના લડાઈ એકમ દળ ઉપર પણ મોનિટરિંગ કરવામાં આવતું હતું. ઇઝરાયેલ આર્મી નિવેદનમાં જણાવે છે કે લડાકુ જૂથ હિઝબુલ્લાહના વડા મથક ઉપરાંત અન્ય ૧૨ કમાન્ડ સેન્ટર પર હુમલા કરવામાં આવ્યા હતા. જેથી કરીને ઇઝરાયેલ પર હુમલા કરવાની તેની ક્ષમતા નબળી પડી જાય. અમે લડાકુ જૂથની શસ્ત્ર ઉત્પાદનની તમામ સાઈટ પર અને તેના તમામ ગોદામો પર હુમલા કરીને તેને ખતમ કરવા માગીએ છીએ.
ઇઝરાયેલ લશ્કરના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે બને તેટલી નાગરિકોની જાનહાનિ ઓછી થાય એ માટેના અમે ઘણા પગલાં લીધા છે અને લઈ રહ્યા છીએ. જેથી કરીને નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે અમે પહેલેથી ગુપ્તચર માહિતી મેળવી લઈએ છીએ અને લશ્કરી સેન્ટરો અને મથકોને જ સચોટપણે નિશાન બનાવવામાં આવે છે. રવિવારે લડાકુ જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ તરફ અઢીસો જેટલા રોકેટોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેની વળતી પ્રતિક્રિયા રૂપે આજે ઇઝરાયેલના જેટ યુદ્ધ વિમાનો ત્રાટક્યા હતા અને ભયાનક બોમ્બવર્ષા કરી હતી. ઇઝરાયેલના લશ્કરે જો કે મોટાભાગના રોકેટ રસ્તામાં આંતરીને નિષ્ફળ બનાવી દીધા હતા એવો એમનો દાવો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts