(એજન્સી) બૈરૂત, તા.૨૨
હિઝબુલ્લાહ જૂથના સિનિયર નેતા શેખ મોહંમદઅલી હમાદીની એમના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાંખી હતી. પૂર્વ લેબેનોનની બેકા વેલી વિસ્તારમાં હત્યા થઈ હતી.હિઝબુલ્લાહના સ્થાનિક કમાન્ડર હમાદી એમના ઘરની બહાર ડ્રાઈવિંગ પેસેજમાં ઊભા હતા ત્યારે અચાનક ધસી આવેલા હુમલાખોરોએ એમના પર છ ગોળીઓ છોડી હતી. નજીકની હોસ્પિટલમાં એમને લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. લેબેનોનના સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે. તેઓ અમેરિકી એજન્સી એફ.બી.આઈ.ની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં હતા. તેમણે ૧૫૩ ઉતારૂઓ ભરેલાં એક વિમાનનું અપહરણ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ગાઝામાં અત્યારે યુદ્ધવિરામ જાહેર થયો છે ત્યારે હિઝબુલ કમાન્ડરની હત્યાથી લેબેનોનમાં પરિસ્થિતિ તંગ બની છે.
Facebook
0
Twitter
0