લોકડાઉનના કપરા સમયે ઈમામો, મોઅઝઝીન, આલીમો અને ખાદીમોની ખાસ મદદ કરો

અમદાવાદ, તા.૧૪
કોરોના મહામારીથી બચવા લોકડાઉનને કારણે ગરીબ મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ અને શાહી જામા મસ્જિદ અહમદાબાદના મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીએ તમામ મસ્જિદ, મદ્રેસાના ટ્રસ્ટીઓ ગુજરાત વકફ બોર્ડ અને અલ્પસંખ્યક નાણા નિગમને અપીલ કરી છે કે આવા કટોકટીના સમયે મસ્જિદના ઈમામ,મોઅઝઝીન (બાંગી સાહેબ), મુદર્રેસન(શિક્ષકો), આલીમો તથા ખાદીમોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કારણ કે આવા લોકો ન તો કોઈની પાસેથી કંઈ માંગી શકે છે ન તો હાથ ફેલાવી શકે છે. મુફતી શબ્બીર એહમદ સિદ્દીકીએ દર્દભરી અપીલ કરી છે કે લોકડાઉનને લીધે ગરીબ, મધ્યમવર્ગ સહિતના આર્થિક કમજોર વર્ગની હાલત કફોડી થઈ છે. આવકના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. આવા સમયે મસ્જિદોના ઈમામ, મદ્રેસાના મુદર્રેસીન (શિક્ષકો), ખાદીમો વગેરે કે જેઓ મુસ્લિમ સમાજનો સૌથી કમજોર તબક્કો છે. જેઓ ખૂબ જ ઓછા પગારમાં દિની ખિદમત બજાવી રહ્યા છે. ત્યારે આવા નાજુક સમયે આ સમાજના ખુદ્દાર લોકોનો ખાસ ખ્યાલ રાખી ડબલ પગાર આપવામાં આવે. ઉપરાંત ગુજરાત વકફ બોર્ડના હોદ્દેદારોને પણ તેમણે અપીલ કરી છે કે આવા સમયે મસ્જિદોના ઈમામ અને મોઅઝઝીન સાહેબોની ભરપૂર મદદ કરે. અંતમાં મુફતી શબ્બીર અહમદે મસ્જિદોની કમિટીના હોદ્દેદારો અને મદ્રેસાઓના સંચાલકોને વિનંતી કરી છે કે ભવિષ્ય માટે બચત રાખી મૂકવાને બદલે પોતાના સાથીઓને બચાવવાની ફિકર કરે નહીં તો એવું ન થાય કે તમારી લાપરવાહી આખિરતમાં તમારી પકડ કરાવી દે. ઉપરાંત જે લોકોને અલ્લાહે માલો દોલતથી નવાજ્યા છે. તેઓ પણ આવા ઈમામો, આલીમો, મોઅઝઝીન, ખાદીમો વગેરેની ભરપૂર ખિદમત કરે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks