લોજપા બિહારમાં એકલો લડશે પણ શું ચિરાગ પાસવાન નવા મોસમ વિજ્ઞાની સાબિત થશે ?

 

(એજન્સી) તા.૪
બિહારમાં ફરીવાર સત્તામાં આવવાનું એનડીએનું સપનું કદાચ રોળાઈ શકે છે કેમ કે, તેણે જે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી તેમાં જોરદાર વળાંક આવ્યો છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)એ બિહાર વિધાનસભા ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેને આશા તો એવી જ છે કે, તે ભાજપના નેતૃત્વ હેઠળ જ રાજ્યમાં એક મજબૂત સરકાર બનાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, જનતાદળ યુનાઈટેડ (જદયુ)ના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તથા લોજપાની વિચારધારામાં ઘણો ફેર છે અને આ કારણે જ લોજપાએ આ વખતે વિધાનસભા ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં તેની સંસદીય બોર્ડની બેઠકમાં તેણે આ નિર્ણય કર્યો હતો.
પાર્ટીએ આ મામલે એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે, જદયુ સાથે અનેક બેઠકો પર અમારી વિચારધારા સંબંધિત લડાઈ જારી છે અને આ કારણે જ અમે આગામી વિધાનસભા ચૂંટણી એકલા લડવા માંગીએ છીએ. લોજપા તેનું વિઝન ડોક્યુમેન્ટ પર રિલીઝ કરવા ઈચ્છે છે, તે બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના વિઝન સાથે આગળ વધવા માંગે છે.
જો કે, લોજપાએ એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, બિહારમાં લોજપા અને ભાજપ વચ્ચે કોઈ મતભેદ નથી અને તે ભાજપના નેતૃત્વ હેઠળ એક નવી સરકાર રચવા પણ તૈયાર છે. લોજપાએ તેના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સાથે મળીને લોજપા બિહાર ફર્સ્ટની નીતિ સાથે આગળ વધવા તૈયાર છે. આ દરમિયાન ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ પાસવાનની તબિયત છેલ્લાં ઘણા સમયથી સારી નથી અને આ કારણે જ ચિરાગ પાસવાન મૌસન વિજ્ઞાની સાબિત થઈ શકે છે. તેઓ એકલા હાથે ચૂંટણી જીતવામાં એટલી હદે સક્ષમ દેખાઈ રહ્યા હતા. ૨૦૦૨માં ગુજરાત રમખાણોને પગલે લોજપાએ એનડીએ સાથે છેડો ફાડ્યો હતો અને પછી યુપીએમાં જોડાઈને તે કેન્દ્રીય મંત્રી બની ગયા હતા. ૨૦૧૪માં ફરી તેઓ એનડીએ સાથે જોડાયા અને હાલમાં પણ તેની સાથે જ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks