વકીલો સામે ફોજદારી કિસ્સાઓમાં વધારાના પગલે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત

(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.૨

સુરત શહેર તેમજ જિલ્લામાં નાના મોટા કિસ્સાઓમાં વકીલોને આરોપી તરીકે ગણી તેમની ઉપર ફોજદારી કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા કિસ્સાઓને અંકુશમાં લાવા માટે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સુરત પોલીસ કમિશ્નરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ નૈષધ જાસોલીયા, જનરલ સેક્રેટરી નિલેશ પટેલ, ખજાનચી અજય ઢબુવાલા, મોસ્ટ સિનિયર કલ્પેશ દેસાઈ, કેતન રેશમવાલા તેમજ ઝકી શેખ સહિતના ટોચના સિનિયર એડવોકેટ્‌સે સુરત શહેર પોલીસ કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તબક્કે વકીલ મંડળે વકીલો સામે થકી પોલીસ કાર્યવાહી સંદર્ભમાં પોલીસ કમિ.ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો. અંતર્ગત અંદાજીત છ હજાર જેટલા વકીલો નોંધાયેલા છે. આ એક સ્વૈચ્છીક રજીસ્ટર સંગઠન છે. જેમાં દિવાની, ફોજદારી તથા રેવન્યુ સાઇટ વકીલાત કરતાં વકીલોનો સમાવેશ થાય છે. પાછલા કેટલાક સમયથી વકીલ મિત્રો સામે યેનકેન રીતે ફોજદારી કાર્યવાહીઓ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને કેટલાક સંજોગોમાં પોલીસ ફરિયાદો પણ વકીલ મિત્રો સામે નોંધવામાં આવે છે. વકીલો સામાન્ય રીતે પોતાના અસીલનો કાયદાકીય રીતે બચાવ કરતાં હોય છે. આ સંજોગોમાં વકીલ  મિત્રોનું નામ આરોપી તરીકે આવવાથી તથા ગુનામાં તેમની ધરપકડ થવાથી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચે જ છે. સાથે જ તેને સામાજીકરીતે પણ ઘણુ સહન કરવું પડે છે. માટે વકીલ મિત્રો સામે જ્યારે કાયદાકીય પગલા લેવામાં આવે તે પૂર્વે તેમની સામેની ફરિયાદમાં તથ્ય છે કે કેમ તથા તેમની સામે યોગ્ય પુરાવા છે કે કેમ, વગેરે બાબતોની જરુરી પુર્તતા કરવામાં આવ્યા બાદ જ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. એડવોકેટ્‌સની રજૂઆત પછી પોલીસ કમિશનર અજય તોમરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને આ બાબતમાં ચિવટાઈપૂર્વક તપાસ કરીને જ ગુનો દાખલ કરવામાં આવશે તેવી બાંયધરી આપી હતી.

ઉલેખનીય છે કે, તાજેતરમાં જમીન પર બિનઅધિકૃત કબજા વાળા મામલામાં ભાજપ સાથે આડકતરી રીતે સંકળાયેલા બાર કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ ધર્મેશ પટેલ સામે ગુનો દર્જ થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks