વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે દીવ ફરવા ગયા હતા, જ્યાંથી પરત આવતી વેળા નડેલો અકસ્માત : અન્ય પાંચ ઇજાગ્રસ્ત

(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૧૪
વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતા કારમાં સવાર અમદાવાદના શાહપુરના એક જ પરિવારના ૪ લોકોનાં મોત નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહપુર વિસ્તારમાં નન્નુ શેઠની ચાલમાં રહેતા શેખ પરિવારના લોકો ઈદ નિમિત્તે અર્ટિગા કાર નં.જીજે-૦૧-આરઇ-૮૭૩૪માં દીવ ફરવા ગયા હતા. ત્યાંથી શનિવારે રાત્રે આ કારમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે સવારના ૭ વાગ્યાના સુમારે વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક સામેથી આવતી ટ્રક નં.જીજે-૦૫-બીએક્સ-૨૮૫૨ અને અર્ટિગા કાર ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ઘટનાસ્થળે જ અબ્દુલહઈ અબ્દુલઅઝીઝ શેખ (ઉં.વ.૬૭), હનીસા અબ્દુલહઈ શેખ (ઉં.વ.૫૯), સગુફ્તા પરવીન અબ્દુલઝમીર શેખ (ઉં.વ.૪૦)ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં વટામણ, પીપળી, ફેદરા અને ધંધુકાથી ચાર ૧૦૮ એમ્બયુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધંધુકાની ઇસ્જી હોસ્પિટલ લઈ જવાયા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત ૭ વર્ષના માસૂમ બાળક સિનાન અબ્દુલઝમીર શેખ (ઉં.વ.૭) પણ મોતને ભેટ્યો હતો. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

કોઠ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ધોળકાના રાજકીય અને સામાજિક કાર્યકરો તથા અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનો અને સંબંધીઓ ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા હતા. જ્યાં પોલીસ કાર્યવાહી અને ઁસ્ની કાર્યવાહીમાં આગેવાનો મદદરૂપ થયા હતા. ધોળકા ઝ્રૈઁં એ.એન. ઘોરી અને કોઠ પીએસઆઈ પી.એન. ગોહિલ પોલીસકર્મીઓ સાથે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને ધોળકા નગરપાલિકાની શબ વાહિની અને અંજુમનની એમ્બયુલન્સમાં શાહપુર રવાના કર્યા હતા. જ્યારે ચાર ઈજાગ્રસ્તો અબ્દુલવસીમ અબ્દુલવહીમ (ઉં.વ.૪૨), અબ્દુલઝમીર અબ્દુલહઈ (ઉં.વ.૩૪) ફરીન અબ્દુલઝમીર (ઉં.વ.૨૯), મોહમ્મદ અફફાન અબ્દુલઝમીર (ઉં.વ.૦૧), સુફેરા અબ્દુલવસીમ શેખ (ઉં.વ.૦૪)ને વધુ સારવાર માટે અમદાવાદની જીફઁ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts