વડાપ્રધાન કાર્યાલય દ્વારા ભાજપ માટે ભંડોળ એકઠું કરવા સરકારી તંત્રનો ઉપયોગ

બિહારમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હોવા છતાં વડાપ્રધાનના વિકાસ કાર્યોને ભાજપના ભંડોળ ઉઘરાવાની વેબસાઇટ પર મૂકીને ચૂંટણી કાયદાનો ભંગ થયો હોવાનો નિષ્ણાંતોનો મત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ચૂંટણી પંચના આદર્શ આચાર સંહિતાના સીધા ભંગમાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) માટે ભંડોળ ઉભું કરવા માટે સરકારી મશીનરીનો ઘોર દુરૂપયોગ કર્યો હોવાનો ધ ક્વિન્ટનો અહેવાલ સામે આવ્યો છે. સમાચાર એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના ભંડોળ ઉઘરાવવાના અભિયાન સાથે લિંક કરીને પીએમઓએ એક સત્તાવાર મેઇલ મોકલ્યો હતો. અહેવાલ અનુસાર આ ઇમેઇલ ‘ર્હિીઙ્મઅજ્રજટ્ઠદ્બટ્ઠિા.ર્ખ્તદૃ.ૈહ’ કરાયો હતો જેમાં ‘‘ રાજમાતા નિર્ણાયક નેતા છે અને કુશળ વહીવટકર્તા છે તેમ પીએમે કહ્યું છે. ગ્રામીણ ભારતના લોકો પોતાના ઘરનો અધિકાર મેળવી રહ્યા છે, સમાચારપત્રમાં વધુ છે’’ અખબારના આ લેખના અંતમાં વડાપ્રધાનના વિકાસકાર્યોના સાત આર્ટિકલ પ્રસ્તુત કરાયા હતા. આ જાહેરાતમાં કહેવાયું હતું કે, ‘‘જે લોકો ભારતને પ્રથમ લાવવા માગે છે તેઓ સમર્થન કરે, નાના ભંડોળથી ભાજપને સમર્થન કરો.’’
આ જાહેરાતને બાદમાં ભંડોળ ઊભું કરવાના પેજ પર મુકાઇ હતી જેમાં લખ્યું હતું કે, ‘‘ભાજપને સમર્થન દાખવવા માટે તમારી ભાગીદારી મોટો માર્ગ છે. આના કારણે નવું ભારત બનાવવાના લાખો કાર્યકર્તાઓના નિર્ધારમાં વધારો થશે.’’ ભંડોળ મેળવવા માટે રૂપિયા પાંચથી ૧૦૦૦ રૂપિયાના વિકલ્પ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન કાર્યાલયમાંથી મેળવાયેલી અખબારની જાહેરાતને ભાજપનું ભંડોળ ઉભું કરવા માટે ઉપયોગમાં લેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૫ સપ્ટેમ્બરના રોજ બિહાર ચુંટણીઓની નોટિફિકેશન જારી થવાની સાથે જ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ જાય છે અને કાયદો રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ સૂચના આપે છે કે, ચૂંટણીઓ દરમિયાન શું કરવું અને શું ના કરવું. આદર્શ આચાર સંહિતાના ચેપ્ટર-૭માં જે પાર્ટી સત્તામાં હોય તેના માટે સ્પષ્ટપણે કહેવાયું છે કે, સરકારી સત્તામાં રહેલી પાર્ટીના હિતમાં સરકારી વિમાનો સહિતના વાહનો, કારો કે અન્ય સાધનો, મશીનરી અને અધિકારીઓને ઉપયોગમાં લેવાઇ શકાય નહીં. જોકે, જટ્ઠદ્બટ્ઠિા.ર્ખ્તદૃ.ૈહ પર પીએમઓ દ્વારા ૨૧મી ઓક્ટોબરે મેઇલ મોકલાયો હતો જ્યારે બિહારમાં કાયદો લાગુ થઇ ગયો હતો. આ પણ આદર્શ આચાર સંહિતાનું ભંગ છે. કેટલાક કાયદાકીય જાણકારોએ આ બાબતને આચાર સંહિતા ભંગ ગણાવીને ચૂંટણી પ્રક્રિયા માટે ભયજનક ગણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks