વડોદરા, તા.ર૧
વડોદરાની મુસ્લિમ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ યદુલ્લાહ સૈયદ ગત રાત્રે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હૂમની દફનવિધિ આજરોજ કરવામાં આવી હતી. મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી (એમ.ઈ.એસ.) દ્વારા વડોદરામાં મોગલવાડા, નાગરવાડા, યાકુતપુરા, બીનાનગર વિસ્તારમાં ધોરણ ૧ થી ૧૨ની શાળાઓ ચાલે છે. જેમાં મુસ્લિમ સમાજના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થાના ઉપપ્રમુખ પદે સેવા બજાવનાર યદુલ્લાહ સૈયદ (ઉ.વ.૭૯) છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. ગતરાત્રે તેમની તબીયત વધુ ખરાબ થતાં ગતરાત્રે દુનિયાથી અલવિદા કરી હતી. આજરોજ સવારે તેઓના નિવાસસ્થાનેથી નીકળેલા જનાઝામાં મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ, સામાજિક કાર્યકરો જોડાયા હતા. જનાઝાની નમાઝ મહેદવિયા મસ્જિદ વાડી, તાઈવાડા વડોદરા ખાતે અદા કરવામાં આવી હતી. જ્યારે મર્હુમની દફનવિધિ ચાંપાનેર ખાતે આવેલ ખુંદપીર ખાતે કરવામાં આવી હતી.