વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી બે મહિલાને રજા આપવામાં આવી

વડોદરા, તા.૪
કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સામેની જંગ જીતનાર બે મહિલાઓને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં ગત રોજ એક ૨૭ વર્ષીય યુવતિ અને ત્યારબાદ આજે સગર્ભા મહિલાએ કોરોના વાયરસને માત આપી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવના ૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી ૧૪ દિવસના હોમ ક્વોરન્ટાઈન પર રાખવામાં આવ્યા છે.
આ અંગે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલી વધુ એક મહિલા દર્દી સંપૂર્ણ સાજી થઈ જતા આજે સવારે હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે ૨ મહિલા અને ૧ પુરૂષ મળીને વડોદરામાં ૩ દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ૨૭ વર્ષીય મહિલા દર્દી ૨૧મી માર્ચના રોજ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ થયા હતા. અને ૨૨ માર્ચના રોજ તેઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી મહિલાને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં તેમની નિર્ધારીત મેડિકલ ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી સારવાર નીવડી છે. આ માહિલા સગર્ભા હોવાથી આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂરિયાત ઉદભવે તે વાતને ધ્યાનમાં રાખીને તેમના વોર્ડની નજીક પ્રસુતિની તમામ તબીબ સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ મહિલા સાથે ૯ કોરોના પોઝિટીવ દર્દીઓમાંથી ૩ સંપૂર્ણ સાજા થયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે અને ૫ દર્દી હાલ સારવાર હેઠળ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks