વડોદરામાં રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત એ.એસ.આઈ. અરવિંદ થોરાટનું અવસાન

 

વડોદરા, તા.ર૧
વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માસ્ટરી ધરાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માનિત એવા એસ આઈ અરવિંદ થોરાટનું મોત નિપજતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્વસ્થ હતા પરત કંટ્રોલમાં ફરજ પર હાજર થયા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહેલા અરવિંદ થોરાટનું દુઃખદ નિધન થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસે એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે.
વડોદરા શહેર પોલીસ તંત્રમાં બજાવેલી ફરજો દરમીયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા ત્રણ પોલીસ અધિકારીઓ તથા એક એ.એસ.આઈ. સહીત ૪ જણાંને તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના પ્રવર્તમાન જોઈન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટી, તત્કાલિન એ.સી.પી. અજય ગખ્ખર હાલમાં નિવૃત્ત છે. એ.સી.બી.ના તત્કાલિન મદદનીશ નીયામક પી.આર. ગહલૌત અને હાલમાં શહેર પોલીસ તંત્રના માળખામાં આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતાં અરવિંદ થોરાટનો સમાવેશ થયો હતો.
એ.એસ.આઈ. અરવિંદ થોરાટે અત્યાર સુધીમાં ચોરી સહીતના લગભગ ૧,૦૦૦થી વધુ અનડિટેકટ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. ગુજરાત બહાર પૂણેના હાઈપ્રોફાઈલ સહાની કિડનેપિંગ એન્ડ મર્ડર કેસ હોય કે પછી મધ્ય પ્રદેશના મોસ્ટ વોન્ટેડ આરોપીને એકલે હાથે ઝડપી પાડયાં હતાં. હાલમાં પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતાં એ.એસ.આઈ. અરવિંદના પિતા કે.આર. થોરાટ પણ પી.આઈ. હતાં. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટથી તેઓ બચપનથી પ્રભાવીત હતાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks