(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૯
વડોદરા શહેરના તાંદલજા સ્થિત અલ-કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૮૦૦ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના પ્રમુખ સૈયદ યુસુયફમિયાં રૂમીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં રીક્ષાચાલકો, લારીવાળા, રોજનું કમાઈને ખાનારાઓને ઘરનું ગુજરાન ચલાવવું ભારે પડી રહ્યું છે. આવા સમયમાં કેટલાક પરિવારો પોતાના બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકતા નથી. આવા પરિવારોના ધો.૧થી ધો.૧ર સુધીના ૮૦૦ વિદ્યાર્થીઓને મફત નોટબુક તથા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ સૈયદ જાકીરઅલી, નઈમભાઈ મિસરવાળા, નજીરભાઈ મકરાણી તેમજ નાદેઅલી સૈયદ હાજર રહ્યા હતા.
આ ટ્રસ્ટ દ્વારા માસિક રૂા.૧૦૦૦ લેખે ૬૦ ગરીબ વિધવા મહિલાઓને આર્થિક સહાય કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા યુવતીઓ અને મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે સિવણ તેમજ મહેંદી કલાસ જેવી પ્રવૃત્તિઓ શિખવાડવામાં આવે છે.