વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત RTEની પ્રવેશ પ્રક્રિયામાં નોટરી ભાડા કરાર માન્ય રાખવા માગણી

વડોદરા, તા.૧૯

આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ ભાડેથી રહેનાર લોકો માટે ફરજિયાત રજીસ્ટ્ર ભાડા કરારની માગણી કરવામાં આવી છે તેમજ નોટરી ભાડા કરાર ચલાવવામાં નહીં આવે જેથી સમગ્ર ગુજરાતમાં ભાડેથી રહેનાર ગરીબવર્ગના મોટાભાગના લોકો નોટરી ભાડા કરારથી જ મકાનો ભાડે લે છે અને રજીસ્ટર ભાડા કરાર કરવામાં ખૂબ જ ખર્ચ થાય છે. તેમજ મકાન માલિકો રજિસ્ટર ભાડા કરાર કરી આપવા રાજી પણ હોતા નથી. તેમજ રજીસ્ટર ખર્ચ ભાડાથી વધુ થઈ જાય છે. જેના કારણે ગરીબ અને મકાનવિહોણા માણસો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી અને સરકાર ગેરવાજબી ગાઈડલાઈનને કારણે ગરીબ બાળકો શિક્ષણ વંચિત રહી શકે તેમ છે જેથી આપ સાહેબોને નમ્ર અરજ છે કે નોટરી ભાડા કરાર એ વેલિડ ડોક્યુમેન્ટ છે જેથી નોટરી ભાડા કરાર આધારે પ્રવેશ પ્રક્રિયા થવી જોઈએ તેવી લેખિત રજૂઆત ઈન્ડિયન યુથ કોંગ્રેસના વડોદરા શહેરના પ્રમુખ અસ્ફાક એ.મલેક (એડવોકેટ)એ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks