વડોદરા : મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચરનાર બોસના રિમાન્ડ મંજૂર

 

વડોદરા,તા.૧૩
ઘર લેવા માટે આઠ લાખની લોન આપ્યા બાદ મહિલા કર્મચારીને ગોવા લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરનાર બોસની આજે ગોત્રી પોલીસે ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે મહિલા કર્મચારીના બોસને પાંચ દિવસ માટે રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. મળતી વિગતો પ્રમાણે છાણી જકાતનાકા વિસ્તારમાં રામકાકાની ડેરી , ટીપી ૧૩ ખાતે રહેતા વિજય દિનેશભાઈ અગ્રવાલ જેતલપુર રોડની શ્રીનિકેતન સોસાયટી ખાતે ઓરિએન્ટ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ નામની ઓફિસ ધરાવે છે.આ ઓફિસમાં નોકરી કરતી ૨૪ વર્ષની યુવતીએ વિજય અગ્રવાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.યુવતીનુ પોલીસ ફરિયાદમાં કહેવુ હતુ કે, પહેલા વિજય અગ્રવાલે મને આઠ લાખ રુપિયા મકાનની લોન પેટે આપ્યા હતા.એ પછી પૈસાની કડક ઉઘરાણી કરીને મને તેમની સાથે ઓફિસના કામે ગોવા જવા માટે દબાણ કર્યુ હતુ.૨૧ થી ૨૩ ફેબુ્રઆરી દરમિયાન મારી પાસે ગાવાની ગ્રેન્ડ લિઓની હોટલમાં બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યો હતો.વડોદરા પાછા ફર્યા બાદ મને તેમણે નોકરીમાંથી કાઢી મુકી હતી.આ કેસમાં પોલીસે આજે ધરપકડ કરીને વિજય અગ્રવાલને કોર્ટમાં રજૂ કર્યો હતો.પોલીસે રિમાન્ડની માંગણી કરીને કરી હતી અદાલતે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts