વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાછળના વિસ્તારમાં આવેલ એક મકાન પરિસરના ૧૦૦ જેટલા ઘટાદાર વૃક્ષો તથા રહેણાંક વિસ્તારોને સંપાદિત કરવા જાહેર નોટિસ

 

(સંવાદદાતા દ્વારા)

વડોદરા, તા.પ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે શહેરના પંડ્યા બ્રિજ પાછળના વિસ્તારમાં આવેલા એક ઘર પરિસરના ૧૦૦ ઘટાદાર વૃક્ષો કાપવામાં અને અનેક રહેણાંક વિસ્તારને સંપાદિત કરવાની પબ્લિક નોટિસ આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવા મામલે શહેરના કર્મશીલો દ્વારા મંગળવારે મહત્ત્વની મીટિંગ યોજી લડત આપવાનો નિર્ણય લેવાયો છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિના જણાવ્યા અનુસાર કોરોનાના કપરા કાળમાં ધંધા રોજગાર-નોકરી પડી ભાંગ્યા છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા તાજેતરમાં પંડ્યા બ્રિજ પાછળ આવેલ એક ઘર પરિસરના ૧૦૦ જેટલા ઘટાદાર વૃક્ષો સહિત રહેણાંક તથા અન્ય પર્યાવરણીય સંપત્તિ ધરાવતા વિસ્તારને સંપાદન કરવાની જાહેર નોટિસ આપી  હતી. કપરા કાળ વચ્ચે સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા આતુર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાન બંને દેશનો હોવાને કારણે યુનાઈટેડ નેશન્સના હ્યુમન રાઈટ કમિશનને પણ રજૂઆત કરવામાં આવશે. લકોની હાલત એ હદે કફોડી છે કે વડોદરા અને આસપાસના વિસ્તારના લોકો તેમના ઘરે જવા અંગેની વાત કરતા પણ રડી પડે છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks