વડોદરા, તા.૧૯
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના અત્યારસુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંક ૬૫૩૬ ઉપર પહોંચી ગયો છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક ૧૨૩ થયો છે. વડોદરામાં ગત રોજ વધુ ૧૧૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૫૨૭૪ દર્દી રિકવર થયા છે.વડોદરામાં હાલ ૧૧૩૯ એક્ટિવ કેસ છે, જૈ પૈકી ૧૩૬ દર્દી ઓક્સિજન ઉપર અને ૫૩ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૯પ૦ દર્દીની હાલત સ્થિર છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં લેવાયેલા ૧૮૯૪ સેમ્પલમાંથી ૧૦૭ પોઝિટિવ અને ૧૭૮૭ નેગેટિવ આવ્યા છે. આમ વડોદરામાં ટેસ્ટિંગ ડબલ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કેસની સંખ્યા ડબલ થઈ નથી.
તજજ્ઞોના જણાવ્યા મુજબ શહેરમાં ઓગસ્ટ દરમિયાન પોઝિટિવ કસોના વધારાની જે ધારણા હતી તે મુજબના કેસોનો વધારો થઈ રહ્યો નથી. જો કે, કોરોનાના ગંભીર કેસો હજી પણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે કોરોનામાં સત્તાવાર રીતે વધુ ૨ મોત જાહેર કરાતાં હવે કોરોનામાં સત્તાવાર મોતનો આંક ૧૨૩ પર પહોંચ્યો છે જેમાં સૌથી વધુ મોત ઉત્તર ઝોનમાં નોંધાયા છે.