(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.પ
વઢવાણ તાલુકાના રામપરા ગામ બનેલ ઘટનાની જાણવા મળેલ વિગતો અનુસાર વઢવાણ તાલુકાના રામપરા ગામે વનરાજભાઈ રામજીભાઈ વઢેરના પુત્ર કિરપાલસિંહના લગ્ન અવસર હતો. ત્યારે રવિવારે રાત્રિના સમયે નાડોદા રાજપૂત સમાજના રીતરિવાજ બાદ કિરપાલસિંહ વઢેરનું લગ્ન અવસરે રામપરા ગામમાં ફુલેકું નીકળેલ હતું. આ ફુલેકામાં યુવાનો સગાસ્નેહીજનો વગેરે આનંદ ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો.ત્યારે ફુલેકામાં હિતેષ યુવરાજ વઢેર પણ ફુલેકામાં સામેલ હતા. તેવા જ સમયે ફુલેકામાં હવામાં ફાયરિંગ કરવાની ઉત્સાહ બતાવવા માટેની ઘટનામાં ફાયરિંગ સમયે ગોળી હિતેષ યુવરાજસિંંહ વઢેરને વાગતા તાત્કાલિક અસરે સારવાર માટે સુરેન્દ્રનગર લેવાયા બાદ ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાનમાં હિતેષ યુવરાજસિંહ વઢેરનું મોત નિપજ્યું હતું. ત્યારે જોરાવરનગર પોલીસને જાણ થતા પોલીસ રામપરા ગામે દોડી ગયેલ હાલ તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે નાડોદા રાજપૂત સમાજમાં લગ્નપ્રસંગનો અવસર ખુશીના અવસરે માતમમાં ફેરવાતા રામપરા ગામે ભારે શોકનો માહોલ છવાઈ જવા પામેલ છે.