વરસાદ ઓછો પડતાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સરકારનો નિર્ણય ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને હવેથી દસ કલાક વીજળી મળશે !

 

 

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.પ

વરસાદની આ સિઝનમાં સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં તો સારો એવો વરસાદ પડ્યો છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સરકાર દ્વારા ઉત્તર-મધ્ય ગુજરાતના ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરા કાળમાં ખેડૂતોના પડખે ઊભી રહી છે ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી ઓગસ્ટથી દસ કલાક વીજળી અપાશે. તેમણે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે. મંત્રીએ કહ્યું કે, રાજ્યના ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવું પડશે નહીં, તેમ તેમણે ઉમેર્યુ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks