વર્સોવાના ગંદાબીચની સફાઈ કરી સુંદર બનાવનાર અફરોજ સાથે ગુંડાઓની મારપીટ

(એજન્સી) મુંબઈ, તા.ર૩
મુંબઈના વર્સોવા બીચને સુંદર બનાવનાર અફરોજ શાહે હવે બીચની સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ગુંડાઓથી પરેશાન થઈ કર્યો છે. અફરોજે ૧૯ નવેમ્બરે તેની ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે હવે વર્સોવા બીચની સફાઈ સમાપ્ત. ગંદકી ઉઠાવનાર મિત્રો સાથે ગુંડાઓએ ખરાબ વર્તન કર્યું અને ગાળો બોલી હતી. તંત્રનું ઢીલુ વર્તન, કામ કરવા છતાં ગાળો ખાવાની દુનિયાના સૌથી મોટા બીચની સફાઈનું કામ હવે સમાપ્ત. મેં વર્સોવા બીચ અને દેશને નિરાશ કર્યો છે, માફ કરજો.
અફરોજ શાહ વ્યવસાયે વકીલ છે ઓકટોબર-ર૦૧પથી અફરોજ શાહે વર્સોવા બીચ પરથી ગંદકી સાફ કરવાની શરૂઆત કરી હતી. તે શહેરનો ગંદો બીચ હતો. સફાઈ અભિયાન દ્વારા અફરોજ અને ટીમે બીચની સકલ બદલી નાંખી. અમિતાભ બચ્ચન સહિત કેટલાક ફિલ્મ અભિનેતાઓ તેમાં ભાગ લઈ ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મુજબ અફરોજને ચેમ્પીયન ઓફ ધ અર્થ પુરસ્કારથી નવાજ્યા હતા. વડાપ્રધાન મોદીએ અફરોજના આ કામની તારીફ કરી હતી. મન કી બાતમાં મોદીએ કહ્યું હતું કે બીચની સફાઈ માટે તેમને અભિનંદન, આવા નિર્ણયથી વર્સોવા બીચની આસપાસ રહેતા લોકોમાં નિરાશા વ્યાપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks