(સંવાદદાતા દ્વારા)
વલસાડ, તા.૧૨
ભારત સરકાર દ્વારા ટ્રિપલ તલાક બિલને લોકસભામાં પસાર કર્યા બાદ તેને રાજ્યસભામાં પસાર કરવાની તજવીજ ચાલી રહી છે. જેનો ઉગ્ર વિરોધ વલસાડ જિલ્લાની મુસ્લિમ મહિલાઓએ કરી એક મૌન રેલી કાઢી કલેક્ટરને આ બિલ રદ કરવાની માગણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ઉમટી પડી હતી. ભારત સરકાર દ્વારા બનાવેલા ટ્રિપલ તલાક બિલનો ઉગ્ર વિરોધ નોંધાવી તેને રદ કરવાની માંગણી સાથે ૩ હજારથી વધુ મુસ્લિમ મહિલાઓએ નાના તાઇવાડથી મૌન રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું સાથે જ ટ્રિપલ તલાક બિલ મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જોઈન્ટ પાર્લામેન્ટરી બેઠકમાં કરાયેલા નિવેદન કે જેમાં મુસ્લિમ મહિલાઓ બંધન મુક્ત થશે અને આ બિલ મુસ્લિમ મહિલાઓના જીવનમાં માન અને ગૌરવ પૂરૂ પાડશે એવો નિવેદન કર્યો હતો. આ સંદર્ભે મુસ્લિમ સમાજની મહિલાઓએ રાષ્ટ્રપતિને ઉવેસીએ જણાવ્યું હતું કે, અમારૂં માન-સમ્માન જે અમારા અલ્લાહે આપેલા કુર્આનશરીફના હુકમોમાં જ રહેલું છે અને અમે અમારી શરીઅતને માનીને રહીશું. આ રેલી સાથે ઉપસ્થિત રહેલા સબીના શેખે જણાવ્યું કે, મુસ્લિમ મહિલાઓ પોતાની શરીઅતને લઇ નિશ્ચિંત છે. જમીલા માસ્તરે જણાવ્યું કે, આ કાનૂન જબરજસ્તીથી થોપવામાં આવી રહ્યું છે. જેને કોઇ પણ સાચો મુસલમાન બરદાસ્ત કરી શકશે નહીં. જમીલા માસ્તરે કહ્યું કે, જે કાનૂન માટે મુસલમાનોનું દિલ અને ઝમીર તૈયાર થતું નથી તો તેને અપનાવી કેવી રીતે શકાય. એવું જણાવી તમામ મહિલાઓએ આ બિલ બરખાસ્ત કરાય એવી રજૂઆત કરી હતી. મુસ્લિમ મહિલાઓની આ વિશાળ રેલીને સફળ બનાવવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ એડવોકેટ અયાઝ શેખ, ઝાહિદ દરિયાઇ, સદર વકીલ, રૂકમુદ્દીન કાઝી, જાકીરભાઈ ડેરીવાલા, હનીફભાઈ ડેરીવાળા, ઝુબેરખાન, રિયાઝ મનિયાર, ઇમ્તિયાઝ કાઝી, કાસમ બલસારી, ઝાકીર પઠાણ, અબુ ભીખા, અકબર શેખ, આરીફ ચિખલિયા, આરીફ કાલુ, ઈઝહાર કાઝી, ઈસ્તિયાક ગેબી, લતીફભાઇ દૂધવાલા, ઇસામુદ્દીન ગાંધી, હાફિસ બલસારી, ઇબ્રાહિમ શેખ, શેરૂ શેખ, નગરપાલિકાના મહિલા સભ્યો શબીના શેખ, નઝમા શેખ, મહેમુદા રાણા, આરીફ સર, કાઝી સલ્લુભાઈ, કૈયુમ ચાચા, નઝમુદ્દીન મુલ્લા, ઈમરાન કાઝી, અસ્ફાક મનિયાર, મોહંમદભાઈ જત, માજી કાઉન્સિલર સોહિલ કાદરી, જમીલાબેન માસ્ટર, મિયાં અબ્દુલ રાજા, નફીસા ગુબામનબી તાલા, મહેરબાનુ શકીલ ભીખા, અસ્મા આરીફખાન, સાલેહા ઈમરાન કાઝી, પરવીન ઈમ્તિયાઝ વલસારી, નસીમબાનુ એમ. દરિયાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.