વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૬ વેપારીઓ સામે કાર્યવાહી

વલસાડ, તા.૧૩
હૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ અને રેગ્યુલેશન-ર૦૧૧ ધારા હેઠળ ફેબ્રુઆરી-ર૦૧૮ દરમ્યાન લિયાકત મન્સુરી, કેપિટલ ફૂડસ પ્રા.લિ., સેલવાસ-ભિલાડ ઈન્ટરસેટ હાઈવે, મુ.નરોલી ગામ-ભિલાડના સોયાસોસ પાવડર અને ચીંગ્સ સીક્રેટ હોટ એન્ડ સાવર ઈન્સ્ટન્ટના પેકેટ લેબ. પૃથ્થકરણ દરમ્યાન મીસબ્રાન્ડેડ તેમજ સુશાંત નાથુરામ સાગલી ફૂડ એન્ડ બેવરેજીસ મેનેજર ઓફ ઉંમરગામ કલબ રિસોર્ટ પ્રા.લિ., મધુવન કોમ્પ્લે. સંજાણ રોડ, ઉમરગામના બટર-લૂઝ તથા ફાતેમા નાગોરી ટી-સ્ટોલ, ડુંગરા-દહેગામ, મિલ્લતનગર, ડુંગરી ફળિયા-વાપીના પ્રીપેડ ટી-લૂઝ લેબોરેટરી પૃથ્થકરણ દરમ્યાન સબ સ્ટાન્ડર્ડ જણાતાં આ તમામની સામે ભેળસેળના કેસ કરાયા હતા.
મે. પ્રીન્સ માર્કેટીંથ, મોહન નગર સોળસુંબા પાસેથી રેસપીડ ઓઈલ (વ્હાઈટ ઘોડા બ્રાન્ડ)નું પેકેટ ૭પ૦ મી.લી. તેમજ લૂઝ ટાંકી નંગ-૧માંથી લીધેલ રેસપીડ ઓઈલ લેબોરેટરી પૃથ્થકરણ દરમ્યાન સબ સ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ જણાતાં તેમની સામે એફ.એસ.એ. હેઠળ કેસ કરાયા હતા. તંત્ર દ્વારા ફેબ્રુ.૧૮ દરમ્યાન નગરપાલિકા વિસ્તારની ૧૧ દુકાનો અને ગ્રામ્ય વિસ્તારની ૧ર દુકાનોની તપાસથી કરવામાં આવી હતી. આ તપાસણી દરમ્યાન લેવામાં આવેલા નમૂના અને અગાઉના પડતર ૩૧ નમૂનાઓ પૈકી ર૧ નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણી દરમ્યાન નગરપાલિકા વિસ્તારના ૧૬ નમૂના પાસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧ નમૂના પાસ અને ૪ નમૂના નાપાસ થયો હોવાનું ડેઝીગ્નેટેટ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા જણાવાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts