વલસાડ જિલ્લામાં માનવ અધિકારો અંગે દિલ્હીના દૂતની મુલાકાત

વાપી, તા.ર૩
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હીના દૂત એસ.જલાજાએ ગઈકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈ, માનવ અધિકારોનું હનન ન થાય તે માટે વિવિધ પાસાંઓની ચકાસણી કરી, શાળાઓની પણ મુલાકાત લીધી હતી અને માનવ અધિકારોને લગતા તમામ વિભાગો સાથે મુલાકાત કરીને બેઠક કરી હતી. માનવ અધિકાર સંદર્ભે દૂતશ્રી જલાનીએ વલસાડ કલેકટરાલય ખાો બેઠક કરી હતી. તેમણે માનવ અધિકારોનું હનન ન થાય તે માટે ૧૯૯૩ માં માનવ અધિકાર આયાગનુ ગઠન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. દેશમાં માનવ અધિકારોના જતન માટે જનતા અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે.
વલસાડ કલેકટરાલય ખાતે કલેકટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકાર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ અધકારી સહિતના અીધિકારીઓ સાથે બેઠક કરી, જિલ્લામાં માનવ અધિકારોના પાલન અને કસ્ટોડીયલ સંસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકમાં દૂત જલાજાએ વલસાડ જિલ્લામાં સેક્સ રેશિયો, કજસ્ટોડિયન ડેથ, જુવેલાઈન જસ્ટીસ બોર્ડ, એટ્રોસિટી એક્ટ, બાળલગ્ન, કેદીઓ માટે જેલમાં સુવિધા, બાળ મજૂરી, પેસા એક્ટ, સ્વરોજગાર,ક્રાઈમ રેટ જેવા મહત્તવના મુદ્દાઓ ઉપર અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે માનવ અધિકારોનાં માટે પગલાઓ લેવા તેમજ વલસાડ જિલ્લામાં સેક્સ રેશિયો જળવાઈ રહે તે માટે લોકોને જાગૃત કરવા દૂતશ્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
પોલીસ વિભાગનું ઈન્ફ્રાસ્ટકચર, સંખ્યાબળ, છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા ગુનાઓની વિગત, સાયબર યુનિટ, ગુનાઓની સંખ્યા સહિતની વિગતો દૂતજલાનીને આપવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks