વલ્લભવિદ્યાનગરની એસ.પી. યુનિ.માં ટેકનિકલ ખામીના કારણે અટકેલા PHDના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે રજૂઆત

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમફીલ નેટ સ્લેટ પાસ કરેલ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૦-૨૧ માં પીએચડી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. પરંતુ સર્વરની ટેકનીકલ ખામીને કારણે વિદ્યાર્થીઓએ તેઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવા છતાં બતાવતા નથી. જેને લઈને આ વિદ્યાર્થીઓના પ્રવેશ અટકતા આ અંગે સીન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહિતના નેતૃત્વમાં આજે વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિને આવેદનપત્ર આપી ત્વરીત કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શીરીષ કુલકર્ણીને આવેદનપત્ર આપતા સીન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે એમફીલ નેટ સ્લેટ પાસ કરેલ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૦-૨૧ માં પીએચડી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સર્વરની ખામીના કારણે ૧૦૧ વિદ્યાર્થીઓએ એમફીલ નેટ સ્લેટ પરીક્ષા પાસ કર્યાના ડોક્યુમેન્ટ અપલોડ કરવા છતાં તે બતાવતા નથી. જે બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજીસ્ટારને લેખિતમાં રજુઆત કરેલ છે અને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરેલ નથી. અને કાર્યકારી કુલસચીવ દ્વારા આ અંગે વિદ્યાર્થીઓને સ્પષ્ટ ના પાડી દેવામાં આવેલ છે. આઈઆઈટી અને એનઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ ડોક્યુમેન્ટ ખુટતું હોય તો વિદ્યાર્થીઓને જાણ કરે છે અને સરદાર પટેલ યુનિવર્સિટીએ પીએચડીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર પણ લીધેલા છે. તેની જાણ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કરવી જોઈએ. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી ઓનલાઈન સીસ્ટમને સરળ અને પારદર્શક બનાવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીના પારદર્શક વહીવટ પરથી વિશ્વાસ ઉઠી ન જાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks