વસાહતો પર પ્રતિબંધો બદલ ઇઝરાયેલે ડચ રાજદ્વારીઓનો દરજ્જો રદ કર્યો

 

(એજન્સી) તા.૨૮
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઇઝરાયેલે કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના રામલ્લાહમાં નેધરલેન્ડ પ્રતિનિધિ કાર્યાલયમાં ડચ રાજદ્વારીઓનો રાજદ્વારી દરજ્જો રદ કર્યો છે. રવિવારે જાહેર કરાયેલ આ પગલું ડચ સરકારે પશ્ચિમ કાંઠામાં ઇઝરાયેલી વસાહતોમાંથી ઉદ્ભવતા આયાતો પર પ્રતિબંધ મૂક્યા પછી લેવામાં આવ્યું હતું, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે. ઠ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, ઇઝરાયેલી વિદેશ મંત્રી ગિડીઓન સારએ કહ્યું, ‘જો નેધરલેન્ડ્‌સ પેલેસ્ટીનીઓ સાથે તેના હિતોનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખવા માંગે છે, તો તે ઇઝરાયેલ રાજ્યના પ્રદેશને બદલે પેલેસ્ટીની ઓથોરિટીના પ્રદેશમાંથી આમ કરી શકે છે.’ ઇઝરાયેલે ડચ દૂતાવાસને જાણ કરી કે ‘રામલ્લાહમાં કાર્યરત રાજદ્વારીઓએ સાત દિવસની અંદર ઇઝરાયેલી દ્વારા જારી કરાયેલા રાજદ્વારી દસ્તાવેજો પરત કરવા પડશે.’ સાર કહે છે : “ગયા મહિને, ડચ સરકાર દ્વારા ઇઝરાયેલ વિરૂદ્ધ લેવામાં આવેલા પગલાં બાદ, અમે કિર્યાત ગેટ સ્થિત ગાઝા માટેના આંતરરાષ્ટ્રીય સહાય કેન્દ્રમાંથી ડચ પ્રતિનિધિમંડળને દૂર કર્યું. હું પુનરાવર્તન કરૂં છું : ઇઝરાયેલ તેને નુકસાન પહોંચાડવાના હેતુથી લેવામાં આવેલા પગલાંને અવગણશે નહીં. ઇઝરાયેલ વિરૂદ્ધ પ્રતિકૂળ અને એકપક્ષીય રીતે કાર્ય કરનાર કોઈપણ દેશ આ ક્ષેત્રમાં પ્રભાવ અને સુસંગતતા ગુમાવશે.” ડચ વિદેશ પ્રધાન ટોમ બેરેન્ડસેને કહ્યું કે તેમને ‘બિનજરૂરી’ નિર્ણય પર ખેદ છે અને કહ્યું કે નેધરલેન્ડ તેના પ્રતિભાવ પર વિચાર કરી રહ્યું છે. ‘અમારા કામચલાઉ પ્રતિબંધો ઇઝરાયેલ વિરૂદ્ધ લક્ષ્યાંકિત નથી, પરંતુ ગેરકાયદેસર વસાહતોની ગેરકાયદેસર પરિસ્થિતિમાં ફાળો ન આપવાની અમારી જવાબદારીમાંથી ઉદ્ભવ્યા છે,’ તેમણે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. બ્રિટનના પૂર્વ વરિષ્ઠ રાજદ્વારી અને બિન-લાભકારી સલાહકાર જૂથ ‘ઇન્ડિપેન્ડન્ટ ડિપ્લોમેટ’ના સ્થાપક કાર્ને રોસે અલ-જઝીરાને કહ્યું, ‘ઇઝરાયેલ એવા ડચ રાજદ્વારીઓને હાંકી કાઢી રહ્યું છે જેઓ મૂળભૂત રીતે પેલેસ્ટીન અને વેસ્ટ બેંકની પેલેસ્ટીની વસ્તી માટેના રાજદ્વારીઓ છે; મને નથી લાગતું કે આ બાબત બહુ મહત્વની છે, સિવાય કે તે ઇઝરાયેલના વધતા જતા રાજદ્વારી અલગ-થલગપણા (ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠૈંષ્ઠ ૈર્જઙ્મટ્ઠર્ૈંહ) તરફ નિર્દેશ કરે છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks