વાઘોડિયાની એપોલો ટાયર કંપનીના એફ.જી.એચ. પ્લાન્ટમાં લીકેજ થતી પાણીની લાઈનનું રિપેરિંગ કરતી વેળા વીજ કરંટ લાગતાં યુવાનનું મોત

વડોદરા, તા.પ

વાઘોડિયાની એપોલો ટાયર કંપનીના એફ.જી.એચ. પ્લાન્ટમાં લીકેજ થતી પાણીની લાઈનનું રિપેરિંગ કરતી વેળા વીજ કરંટ લાગતા ર૧ વર્ષના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું. યુવકના મોતના ર૦ કલાક પછી તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવતા મૃતકના મિત્રો અને સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. છેવટે કંપનીના અધિકારીઓએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. એપોલો કંપનીમાં મિકેનિકલ વર્કસનો કોન્ટ્રાકટ નિલિયા એન્જિનિયરીંગના નીતિશ શર્માનો છે. તેમના કોન્ટ્રાકટ હેઠળ રપ કામદારો કામ કરે છે. ગઈકાલે બપોરે બે વાગ્યે કંપનીના એફ.જી.એચ. પ્લાન્ટમાં પાણીની લાઈનનું લીકેજનું રિપેરિંગ કામ કર્મચારીઓ કરતા હતા. સુપરવાઈઝર સૌરજ વિજયાનંદ ત્રિપાઠી (ઉ.વ.ર૧, રહે. મહેશનગર સોસાયટી, ડભોઈ રોડ મૂળ રહે.યુપી) સમારકામ કરતા પૂર્વે ફાયર બ્લેન્કેટ નાંખવા માટે સીડી પર ચડ્યો હતો. પાણીની પાઈપમાં કરંટ ઊતરતો હોવાથી સૌરભને જોરદાર વીજ કરંટ લાગતા તે પાઈપ સાથે ચોટી ગયો હતો. સૌરભની હાલત જોઈને સાથી કર્મચારીઓને ખ્યાલ આવી ગયો કે તેને કરંટ લાગ્યો હોવો જોઈએ જેથી કર્મચારી પિનાકીને સીડીને જોરથી લાત મારતા સૌરભ પાઈપ પરથી છૂટીને સીડી પર લટકી રહ્યો હતો. અકસ્માતના આ બનાવની જાણ કંપનીની મેડિકલ ટીમને કરવામાં આવતા એ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સારૈભની હાલત અત્યંત નાજૂક લાગતા તેને તાત્કાલિક એમ્બયુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ સૌરભનું કરૂણ મોત થયું હતું. બનાવની જાણ સાંજે સાડા છ વાગ્યે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને આજે સવારે સૌરભના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને વળતર તથા અકસ્માત માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે મૃતકના સ્વજનો અને મિત્રોની સાથે સામાજિક કાર્યકરોએ ધરણા કર્યા હતા. અને જ્યાં સુધી કાર્યવાહીની બાંહેધરી લેખિતમાં ન અપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

 

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks