વાયરલ વીડિયોમાં બંદૂક લહેરાવતા દેખાતા ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્ય માફી માગ્યા બાદ પાર્ટીમાં પાછા ફર્યા

(એજન્સી)                                           હરિદ્વાર, તા.૨૬

બીજેપી માંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવેલા હરિદ્વાર ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એકવાર પાર્ટીમાં ફરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ બંશીધર ભગત પ્રણવસિંહ ચેમ્પિયનની પાર્ટીમાં વાપસી કરી હતી. પક્ષ વિરોધી નિવેદન આપતા અને સત્તાનો દુરૂપયોગ કરવા બદલ ૧૩ મહિના પહેલા ધારાસભ્યને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા.  ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે દારૂની બોટલો અને બંદૂકો લહેરાતો જોવા મળ્યો હતો. હકીકતમાં, હરિદ્વાર જિલ્લાની ખાનપુર વિધાનસભા બેઠક પરથી ચોથી વખત વિધાનસભા પહોંચેલા ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન, હંમેશાં વિવાદોમાં ઘેરાયેલા રહે છે. જો કે, સર્વોચ્ચ શિસ્તવાળી પાર્ટીએ ૧૩ મહિનાની અંદર સસ્પેન્શન પાછું ખેંચી લીધું હતું.  સોમવારે ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયનને ભાજપના પ્રદેશ પ્રમુખ બંશીધર ભગતની ઉપસ્થિતિમાં દહેરાદૂનમાં પાછા લાવવામાં આવ્યા હતા.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks