વારાણસી : યોગીનો ફોન ટેપ કરવા બદલ વેપાર મંડળના નેતાને કાર્યવાહીનો સામનો કરવો પડશે

(એજન્સી)

નવી દિલ્હી, તા.૨૬

વારાણસીના વેપાર યુનિયનના નેતા રાકેશ જૈન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ થયેલી ટેલિફોનિક વાતચીત રેકોર્ડ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ મુશ્કેલીમાં મૂકાયા છે. જિલ્લા કલેકટર કૌશલ રાજ શર્માએ જૈનને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. જૈન સામે આરોપ છે કે તેમણે મુખ્યમંત્રીની મંજૂરી વિના વાતચીત રેકોર્ડ કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે આ કૃત્ય બદલ તેમની સામે શા માટે કાનૂની પગલા ન ભરવામાં આવે. કલેકટરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના કાર્યાલયે આ વાતની ગંભીરતાથી નોંધ લીધી છે અને જૈન સામે જરૂરી પગલા ભરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જૈન અખિલ ભારતીય ઉેદ્યોગ વ્યાપાર મંડળના પ્રમુખ છે. તેમણે ૨૨ ઓગસ્ટના રોજ યોગી સાથે વાત કરી હતી. તેમણે આ વાત રેકોર્ડ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ વાતચીતમાં જૈને યોગી સમક્ષ રજૂઆત કરી હતી કે, ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ વસૂલ કરે છે. જે અંગે પગલા ભરવામાં આવે. આ વાતચીતમાં યોગીએ જૈનને યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks