
(એજન્સી) તા.૨૩
વિવાદના કારણે દલિત યુવકને બંધક બનાવીને મારવામાં આવ્યો અને વાળ કાપવામાં આવ્યા. શહેરના બોરાનાડા સ્ટેશન વિસ્તારમાં રામદેવ મંદિર પાસે રહેતા એક દલિત યુવકને બંધક બનાવીને તેના વાળ કાપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે. પછી આરોપીએ સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટની સાથે-સાથે જાતિસૂચક શબ્દોથી તેનું અપમાન કર્યું. આ સંબંધમાં પીડિત યુવકના કાકા દ્વારા બોરાનાડામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી યુવકની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. તેમનામાં પરસપર વિવાદ થવાની સંભાવના છે. બોરાનાડા પોલીસે જણાવ્યું કે, રામદેવ મંદિર પાસે રહેતી એક વ્યક્તિએ રિપોર્ટ આપ્યો કે, તેમના ભત્રીજાને અશોક જાટ નામની વ્યક્તિએ રૂમમાં બંધક બનાવીને માર્યો અને તેના વાળ કાપી નાખ્યા. એટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર અશ્લીલ ટિપ્પણીઓ અને જાતિસૂચક શબ્દોથી અપમાનિત પણ કર્યો. પોલીસે જણાવ્યું કે, કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.