(એજન્સી) તા.૧૮
વિશ્વના ધનિકોની યાદીમાં દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણી બે ક્રમ લપસીને છઠ્ઠા સ્થાને છે. ટેલિકોમ, રિટેલથી લઈને પેટ્રોકેમિકલ સુધીના બિઝનેસમાં દખલ રાખનારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સમૂહના પ્રમુખ મુકેશ અંબાણી હાલમાં જ ચોથા ક્રમે પહોંચ્યા હતા. હાલમાં તેમની સંપતિ ૭૮.૩ અબજ ડોલર છે. જો કે ત્યાર પછી પણ તે ભારતના સુપર ધનિક છે. અહીં સુધી કે દેશના બીજા સૌથી ધનિક વ્યકિત શિવ નાડરની સરખામણીએ તેમની સંપતિ ૪ ગણી વધુ છે.
૭૮મા ક્રમે શિવ નાડર
હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લીમિટેડ (એચસીએલ)ના પ્રમુખ શિવ નાડરની સંપત્તિ ૧૭.૯ અબજ ડોલર છે. ભારતમાં ધનિકોની યાદીમાં તે બીજા ક્રમે છે, જયારે વિશ્વની યાદીમાં ૭૮મા ક્રમે છે.
ભારતમાં ત્રીજા ક્રમે દમાણી
રિટેલ માર્કેટ કંપની એવેન્યુ સુપરમાપ્સ લિમિટેડના પ્રમુખ રાધાકિશન દમાની ૧પ.૩ અબજ ડોલરની સંપતિ સાથે ભારતના ત્રીજા ધનિક છે.
ભારતમાં ચોથા ક્રમે ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચીફ અને ગત બે દશકાથી ઝડપથી વેપારી જગતમાં ઉભરેલા ગૌતમ અદાણીની સંપતિ ૧૩.૭ અબજ ડોલર છે. દેશના ચોથા સૌથી ધનિક વ્યકિત ગૌતમ અદાણી વિશ્વના ધનિકોમાં ૧૩રમાં ક્રમે છે.
૧પરમા ક્રમે વેકસીન કિંગ
ભારતના વેકસીન કિંગ કહેવાતા સાઈરસ પુનાવાલાની સંપત્તિ ૧૧.૮ બિલિયન ડોલર છે. ભારતના ધનિકોમાં પમા અને વિશ્વમાં ૧પરમા ક્રમે છે. તેમનું સીરમ ઈન્સ્ટીટયુટ કોરોના પર પણ વેકસીન તૈયાર કરવામાં જોડાયું છે.
૬ઠ્ઠા ક્રમે ઉદય : કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડાયરેકટર ઉદય કોટક ૧૧.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે.
૭મા ક્રમે સુનિલ મિત્તલ
ભારતીય એરટેલ પ્રમુખ સુનિલ મિત્તલ ૧૦.ર અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ૭મા ધનિક છે.
૮મા ક્રમે લક્ષ્મી મિત્તલ
૯.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ભારતમાં ૮મા ધનિક છે.
૯મા ક્રમે દિલીપ સાંઘવી :
૮.૯ અબજ ડોલરની સંપત્તિ સાથે દિલીપ સાંઘવી ભારતના ૯મા સૌથી ધનિક વ્યકિત છે.
૧૦મા ક્રમે કુમાર મંગલમ બિરલા :
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ૮.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશના ધનિકોની યાદીમાં ૧૦મા ક્રમે છે.