જૂનાગઢ, તા. ર૩
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં દુધાળા ગીર ગામે એક યુવતીને ધાક-ધમકી આપી અને તેની ઉપર બળજબરી આચારી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ વિસાવદર પોલીસ દફતરે નોંધાઈ છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર દુધાળા ગીર ગામનાં એક પરિવારની યુવતીને સાગર ઉર્ફે ટકો નગીનભાઈ (રહે. વિસાવદરવાળા)એ ધાકધમકી આપી તેનાં ભાઈને મારી નાંખવાની ધમકી આપી યુવતીને ભગાડી લઈ જઈ જુદી-જુદી જગ્યાએ રાખી યુવતીની મરજી વિરૂદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ છે. જ્યારે હુસાભાઈ (રહે. જેતપુર), ભોપલાભાઈ વિનુભાઈ (રહે. સુરત), સાગરનાં મામાનો દીકરો ભાલો (રહે. વિસાવદર), રવિ કિશોરભાઈ (રહે. રાજકોટ), જયેશભાઈ કોળી (રહે. વિસાવદરવાળા)એ મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરના પીએસઆઈ એ.કે. પરમાર ચલાવી રહ્યાં છે.