વેપારીના બે એકાઉન્ટન્ટોએ કરી ર૪.પ૬ લાખની ઊચાપત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
પર્વત પાટિયા વિસ્તારની મહાવીર ટેકટાઈલ માર્કેટમાં એક કેમિકલ વેપારીની ઓફિસમાં કામ કરતા બે એકાઉન્ટોએે તેના માલિકની જાણ બહાર ચોપડે ખોટા વેચાણ અને ખરીદીની નોંધો પાડી છેલ્લા બે વર્ષથી નાણાંની ઉચાપત કરતા હતા.જેમણી વરુધ્ધ પોલીસે રુા.૨૪.૫૬ લાખની ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પર્વત પાટિયા વિસ્તારની મહાવીર ટેકસટાઈલ માર્કેટમાં રીતુ કલક ફેમ પ્રાઈવેટ લીમીટેડના માલિક મનોજ ભંવર લખેરા નોંધાવેલી ફરિયાદ અનુસરા છેલ્લા બે વર્ષ દરમિયાન તેની ઓફિસમાં કામ કરતો સુનીલ મોહનલાલ સાવ્લોટ તથા કૈલાશ રામલાલ લખારાએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી શેઠની જાણ બહાર કેમીલકર માલ ખરીદી બિલો તથા વેચાણના અસલ બિલોમાં જે રકમ તથા વજન લખેલા હોય જે રકમ તથા વજનની વેચાણ તથા ખરીદી બુકોમાં જુદી-જુદી રમક તથા વજન લખી બિલો સાથે જાણીજોઈને છેકછાક કરી રૂપિયા ૨૦.૫૩ લાખ તથા ટ્રાન્સપોર્ટ ગોડાઉમાંથી સ્ટોક બારોબાર બિલ વગર રૂપિયા ૪ લાખનો માલ વેચી નાંખી કુલ્લે રૂપિયા ૨૪.૫૬ લાખની ઠગાઈ કરતા કેમીકલ વેપારી મનોજ લખેશ પૂણા પોલીસ મથકે બંને નોકર વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks