(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧
શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્દો અચાનક ધસી પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બિલ્ડીંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પીડયો હોવાની શકયતાઓ સેવાઈ રહી છે. જોકે ભારે વરસાદના પગલે આ ઘટના બની હોય તેવુ ચર્ચાઇ રહ્યું છે. હાલ મનપા દ્વારા યુદ્ધાના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બ્લિડિંગના ક્નસ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, અને બાજુમાં સર્વિસ રોડ આવેલો છે. ગત રોજ રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાઈ ગયુ હતું. દરમિયાન સોમવારે સવારે સર્વિસ રોડનો રસ્તો ધસી પડયો હતો. જેથી કન્ટ્રકશન સાઈટના કારણે રોડ ધસી પડયો હોવાની શકયતાઓ વર્તાઇ રહી છે. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા ભુવો પુરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. આ ઘટના બાદ આજુબાજુની હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેતા રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.