(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના આસન પાસે જઈ તેમની સાથે ખભા મિલાવી જે પ્રેમ વ્યક્ત કર્યો તેને ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિંહાએ બિરદાવ્યો છે. તેમણે કહ્યું કે આમાં ખોટું શું છે ? શા માટે પ્યાર કી જપ્પી અંગે ટીકા-ટિપ્પણીઓ થાય છે ? યુવાન નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને હૂંફાળો ભેટો કર્યો છે જે વખાણવાલાયક છે. શું લાજવાબ હરકત હતી, શું વડાપ્રધાન વિદેશી મહેમાનોને ભેટી આવકારતા નથી ? તો હવે ફર્ક શું છે ? તેને પ્રેમ અને માનથી સ્વીકારો. લોકો સામાન્ય વાતનું વતેસર કરે છે. રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ પૂરું કરી મોદીની બેઠક તરફ ધસી આવ્યા હતા અને અચાનક ખભો મિલાવી વડાપ્રધાનને ભેટયા હતા.
Facebook
0
Twitter
0