શબ-એ-બરાત બાદ દિલિપકુમારે ફોટો શેર કરીને ફેન્સનો આભાર માન્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
બોલિવૂડના અભિનય સમ્રાટ દિલિપ કુમાર હવે ઉંમરને કારણે પ્રશંસકોને ભલે ના મળી શકતા હોય પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર પોતાની પત્ની સાયરા બાનુંની મદદથી એક્ટિવ રહે છે અને સ્વાસ્થ્યની જાણકારી આપતા રહે છે. પાછલા કેટલાક સમયથી દિલિપ કુમાર સ્વસ્થ છે અને ઘરમાં જ ક્વોરન્ટાઇનમાં છે. તેઓ આ ભયાનક સ્થિતિમાં લોકોને પણ ઘરમાં ક્વોરન્ટાઇન રહેવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે શબ-એ-બરાતના અવસરે લોકોને સલામતી માટે દુવાઓ માગવા માટે આભાર માન્યો હતો. તેમણે ટિ્‌વટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં ખુરશીના સહારે ઉભેલા દેખાય છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘શબ-એ-બરાત પર તમારા બધાની દુવાઓ અને પ્રાર્થનાઓ માટે ખૂબ આભાર. હું પણ તમારા બધા માટે દિલથી દુવા માગું છું.’
ઉલ્લેખનીય છે કે, અભિનય સમ્રાટ હવે ૯૭ વર્ષના થઇ ગયા છે અને પત્ની સાયરા બાનુંની દેખરેખમાં રહે છે. દિલિપ સાહબ ૫૦-૬૦ના દશકમાં ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર રહ્યા છે અને ઇન્ડસ્ટ્રી કિંગના નામે મશહૂર છે. ૧૯૮૦ના દશકમાં તેમણે કેટલીક યાદગાર ફિલ્મો આપી છે. આ પહેલા પણ દિલિપ કુમારે ટિ્‌વટર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને પોતે અને સાયરા બાનું તરફથી લોકોને નિવેદન કર્યું હતું કે, તમામ લોકો કોરોના વાયરસથી પોતાને સાવચેત રાખે અને પોત-પોતાના ઘરોમાં જ રહે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા દિલિપ કુમાર અને સાયરા બાનું એ અભિનેત્રી નિમ્મીના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks