શહેરમાં કડકડતી ઠંડીમાં પણ ઝાડા-ઉલ્ટી, કમળા, ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમા સતત ઘટાડો થવાના કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની બેદરકારીના પરિણામે શહેરમાં ઝાડા ઉલ્ટી સહિતના પાણીજન્ય રોગના કેસમાં માત્ર છ દિવસમાં વધારો થવા પામ્યો છે.શહેરમાં આ માસના શરૂઆતના છ દિવસમાં ઝાડા ઉલ્ટીના કેસની સાથે કમળાના ૪૪ કેસ અને ટાઈફોઈડના ૩૦ કેસ નોંધાવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ઘટાડો નોંધાવા પામ્યો છે.આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે.ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી.મ્યુનિસિપલ કમિશનરે પણ ગત વર્ષે ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળતી પોલ્યુશનની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા મામલે અનેક વખત રિવ્યુ બેઠકમાં ઠપકો પણ આપ્યો હતો.આમ છતાં પણ મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા આ બે વિભાગના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરના ઠપકાની પણ અવગણતા નવા વર્ષ-૨૦૧૮માં ફરી એક વખત પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી માત્ર છ દિવસની અંદર જ ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૧૩૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત પાણીજન્ય એવા કમળાના પણ છ દિવસની અંદર ૪૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ટાઈફોઈડના કુલ ૩૦ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં મચ્છરજન્ય રોગના કેસની સ્થિતિ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર શહેરમાં છ દિવસમાં મેલેરીયાના ૧૦ કેસ સપાટી પર આવ્યા છે તો ઝેરી મેલેરીયાના ૬ અને ડેગ્યુનો એક કેસ સપાટી ઉપર આવવા પામ્યો છે.ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ મળીને ૧૭૪૯ જેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૧૭૭ સેમ્પલો અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.આ સાથે જ આ માસમાં શહેરમાંથી છ દિવસની અંદર કુલ મળીને ૨૯ પૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ક્યાં રોગના કેટલા દર્દી નોંધાયા ?

મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૭ ૨૦૧૮
સાદા મેલેરીયાના કેસો ૯૨૯૭ ૧૦
ઝેરી મેલેરીયાના કેસો ૧૩૨૦ ૦૬
ચીકુનગુનિયા કેસો ૨૫૬ ૦૦
ડેન્ગ્યુના કેસો ૧૦૭૧ ૦૧
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૯૨૧૩ ૧૩૧
કમળો ૨૩૭૬ ૪૪
ટાઈફોઈડ ૨૮૦૭ ૩૦
કોલેરા ૮૮ ૦૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts