શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું મેલેરિયા-ઝાડા-ઉલ્ટીના અસંખ્ય કેસો

અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે આ પરિસ્થિતિમાં શહેરમાં મચ્છરજન્ય રોગના કેસમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.આ માસની શરૂઆતના માત્ર એક જ સપ્તાહમાં શહેરમાં મચ્છરજન્ય એવા મેલેરીયાના કુલ મળીને ૩૬૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે ઝાડા-ઉલ્ટીના ૨૭૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરમાં આ વર્ષે વરસાદની શરૂઆત થયા બાદ એક માસ બાદ વરસાદે વિરામ લીધો છે આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી રોજેરોજ વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કરવામા આવી રહી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે આમ છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.આ કારણે શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામતા મેલેરીયા સહિતના અન્ય રોગના કેસમા સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.આ માસની શરૂઆત થયાને એક સપ્તાહ પૂરો થઈ ગયો છે આ પરિસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમા મેલેરીયાના કુલ મળીને ૩૬૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ આંકમાં જો શહેરમા ખાનગી પ્રેકટિસ કરતા તબીબો,હોસ્પિટલોમા સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઉમેરવામા આવે તો હજુ આ આંક મોટો થઈ શકે છે.આ સાથે જ શહેરમાં એક અઠવાડીયામા ઝેરી મેલેરીયાના કુલ મળીને ૪૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ચીકનગુનીયાના બે અને ડેન્ગ્યુના કુલ પાંચ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં પ્રદૂષિત પાણીને કારણે ઝાડા-ઉલ્ટીના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.આ માસની શરૂઆતથી એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૨૭૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.શહેરમા આ સમયગાળામા પાણીજન્ય એવા કમળાના કુલ મળીને ૪૨ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે ટાઈફોઈડના કુલ મળીને ૭૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલ બે ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે એક તરફ ગરમી અને બીજી તરફ વાદળછાયા વાતાવરણની વચ્ચે શહેરીજનો શરદી,કફ અને ખાંસી જેવા રોગનો શિકાર પણ બની રહ્યા છે.શહેરના વિવિધ છ ઝોનમાં આવેલા ખાનગી દવાખાના,તબીબો અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામા દર્દીઓ સારવાર લેવા ઉમટી રહ્યા છે.બીજી તરફ તબીબો પણ વાઈરલ ફિવર કહીને દર્દીઓને બોટલ ચઢાવી તગડી કમાણી કરી રહ્યા છે.
કયા રોગના કેટલા દર્દીઓ નોંધાયા

મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૬ ૨૦૧૭
સાદા મેલેરીયાના કેસો ૧૦૦૯૪ ૪૭૨૯
ઝેરી મેલેરીયાના કેસો ૧૯૫૦ ૨૩૪
ચીકુનગુનિયા કેસો ૪૪૭ ૧૫૪
ડેન્ગ્યુના કેસો ૨૮૫૨ ૨૦૫
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૮૭૪૭ ૬૭૪૪
કમળો ૨૮૯૪ ૧૨૫૭
ટાઈફોઈડ ૩૦૧૬ ૧૬૮૪
કોલેરા ૧૦૨ ૬૫

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks